Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

મંદિર માટે સોના-ચાંદીની ઈંટો મોકલવામાં આવી

યુપીના સીએમ યોગી આદિત્યનાથ એ ૧૧ લાખનું ડોનેશન આપ્યું

અયોધ્યા, તા. : મંદિરના ભૂમિ પૂજન માટે ગણતરીના લોકોને આમંત્રણ અપાયું હોય પણ દેશના કરોડો શ્રધ્ધાળુઓ માટે પ્રસંગ અનેરુ મહત્વ લઈને આવ્યો છે. ભાવિકો મંદિર માટે સોના ચાંદીની ઈંટો પણ દાનમાં આપી રહ્યા છે. હૈદ્રાબાદના જ્વેલર કે શ્રીનિવાસે રામ મંદિર નિર્માણ  માટે એક કિલો સોનાનીઈંટ ડોનેટ કરી છે. રીતે પાંચ કિલો ચાંદીની ઈંટ પણ ટ્રસ્ટને દાનમાં અપાઈ છે. તેના સિવાય યુપીના જ્વેલર્સ એસોસિએશન તરફથી ૩૩ કિલો ચાંદીની ઈંટો દાન આપવામાં આવી છે. દેશમાંથી એટલે દાનનો પ્રવાહ અયોધ્યા તરફ વહી રહ્યો છે. ગુજરાતના કથાકાર મોરારિબાપુએ પાંચ કરોડનું દાન કર્યું છે. શિવસેના પણ એક કરોડનુ દાન આપવાની જાહેરાત કરી ચુકી છે. શિવસેનાનુ કહેવું છે કે, રકમ મંદિર ટ્રસ્ટના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાઈ છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ વ્યક્તિગત રીતે ૧૧ લાખનુ ડોનેશન આપી ચુક્યા છે.

(10:29 pm IST)