Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

કોરોનાના વાયરસને દૂર રાખવા માટે સામાન્ય પાણી બની રહ્યું છે અકસીર

કોરોનાને દૂર કરવા મળી તેની 'દુખતી રગ' : ૨૪ કલાકમાં ૯૦% લોકોને વાયરસની અસર ઓછી થતી જોવા મળીઃ ઈલાજ માત્ર સામાન્ય પાણી

 રાજકોટ : દુનિયાભરમાં કોરોનાની મહામારી વધતી જ જાય છે તેવામાં રુશના વૈજ્ઞાનિકો એવું કહે છે કે તેમને કોરોનાની નબળી બાજુ શોધી લીધી છે કે જેનાથી કોરોનાને મ્હાત આપી શકાયમ રુશના વેકટર સ્ટેટ રિસર્ચ સેન્ટર ફોર વાયરોલોજી એન્ડ બાયોટેકનોલોજી, સાયબેરિયા તરફથી આ માહિતી મળી છે કે જે ઓરડાનું તાપમાન હોય તે જ તાપમાનનું પાણી સંક્રમણ થવાની શકયતાને ઘટાડી દે છે. રિસર્ચના આધારે કહે છે કે આ સામાન્ય પાણી ૨૪ કલાકમાં ૯૦% વાયરસને કાબુમાં લાવી શકે છે. સામાન્ય પાણીમાં કોરોના વાયરસના તત્વો ૭૨ કલાકમાં ૯૯.૯% ખતમ થઇ ગયા હોય તેવું જોવામાં આવ્યું છે. જો ગરમ પાણીની વાત કરવામાં આવે તો વાયરસ ગરમ પાણીમાં ટકી શકતા નથી તે તરત જ મારી જાય છે. કલોરીનયુકત પાણી પણ અસરકારક નીવડે છે. WHO ના મહાનિદેશક ટેડ્રોસના જણાવ્યા અનુસાર એવું શકય છે કે કોરોનાની દવા ન મળે ત્યાં સુધી સામાજિક દુરી, માસ્ક, ટેસ્ટિંગ, જેવા ઉપાયો જ આપણા હાથમાં છે બીમારીની ગંભીરતા જાણવી એ પણ સતર્કતાની નિશાની જ છે, આશા રાખીયે કે વેકસીન માટે બહુ જલ્દી સારા સમાચાર આવે.

ટ્રાયલ માટે મંજૂરી

ભારતીય ઔષધિ મહાનિયંત્રક DCGI એ ઓસ્કફોર્ડ યુનિવર્સીટીની કોરોના વેકસીનના બીજા અને ત્રીજા સ્ટેપના ટ્રાયલ માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. CDSCOના નિષ્ણાંતોની પેનલ આ ટેસ્ટના અભ્યાસ બાદ મંજૂરી આપી શકે છે.

રવિશંકરપ્રસાદ આઇસોલેશનમાં

કેન્દ્રીય મંત્રી રવિશંકરપ્રસાદ પણ આઇસોલેશનમાં છે. તેમને ટ્વિટ કરીને જણાવ્યું કે તેઓ શનિવારે ગૃહરાજયમંત્રી અમિત શાહને મળ્યા હતાં. સોમવારે કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમના દીકરાને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. વેદાંત હોસ્પિટલમાં દાખલ થવા માટે સાંસદ શશી થરૂરે ટ્વિટ દ્વારા એક સવાલ કર્યો કે તેમને આશ્ચર્ય થાય છે કે ગૃહરાજયમંત્રીને કોરોના પોઝિટિવ આવતા એઈમ્સના હોવા છતાં તેઓ ખાનગી હોસ્પિટલમાં કેમ દાખલ થયા!

અગ્રતાલમાં એક બે દિવસની એક બાળકીનું કોરોનાને લીધે મૃત્યુ થયું હતું કહેવાય છે કે અત્યાર સુધીમાં દેશની સૌથી નાની વયની વ્યકિતનું મૃત્યુ માનવામાં આવે છે. આ બાળકીને શ્વાસને લગતી બીમારી હોવાનું પણ જાણવામાં આવ્યું છે.

ICUમાં એડવાન્સ બુકીંગ

ખાનગી હોસ્પિટલોમાં VIP દર્દીઓ માટે  ICU બેડ અગાઉથી બુકીંગની ફરિયાદ મળતા સરકાર તાપસ હાથ ધરશે. જન સ્વાસ્થ્ય નિર્દેશક ડો.જી. શ્રીનિવાસન રાવ કહે છે કે કેટલાક VIP લોકો સંક્રમણને લીધે વધુ ચિંતામાં છે. ભવિષ્યમાં તેમને સંક્રમણ થાય તો અગાઉથી ICU બેડ રીઝર્વં કરાવી દેવામાં આવે છે. આ અગાઉથી બુકીંગ માટે ખાનગી હોસ્પિટલો એક દિવસના દોઢ લાખ સુધીનું ભાડું પણ લે છે.

(3:54 pm IST)