Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

ઈમરાન ખાન પર હુમલો થતા પાકિસ્તાનમાં હિંસક પ્રદર્શન: ફવાદે કહ્યું ;આ આખા દેશ પર હુમલો : બદલો લેવામાં આવશે

ઈમરાને કહ્યુ કે અલ્લાહે મને નવું જીવન આપ્યું: હું મારી તમામ શક્તિ સાથે ફરી લડીશ.

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર હુમલો થયો હતો. વિરોધ માર્ચ દરમિયાન તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેના પગમાં 3- 4 ગોળીઓ વાગી હતી. આ હુમલો 2 હુમલાખોરો દ્વારા કરવામાં આવ્યો હતો.જેમાના એકનું મોત થયુ છે, જ્યારે એકની ધરપકડ કરવામાં આવી છે. આ હુમલામાં પીટીઆઈના અન્ય નેતાઓ પણ ઘાયલ થયા છે. આ હુમલામાં ઈમરાન ખાન હાલ સુરક્ષિત છે. હુમલા બાદ ઈમરાને કહ્યુ કે અલ્લાહે મને નવું જીવન આપ્યું છે. હું મારી તમામ શક્તિ સાથે ફરી લડીશ. ઈમરાન ખાન પર કરવામાં આવેલા આ હુમલા બાદ પાકિસ્તાનમાં ઉગ્ર અને હિંસક પ્રદર્શન શરુ થયુ છે.

 . ઈમરાન ખાન પર થયેલા આ હુમલા બાદ તેમની પાર્ટીના નેતા ફવાદ ચૌધરી એ એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે ઈમરાન ખાન પર કરવામાં આવેલો હુમલો પાકિસ્તાન પર થયેલો હુમલો છે. તેમણે ચેતવણી આપી કે આ હુમલાનો બદલો લેવામાં આવશે. તેમણે આગળ કહ્યુ કે, અમે શાંતિ ઈચ્છતી પાર્ટી છીએ, અમે બંદૂકવાળી પાર્ટી નથી. અમારા ઉપર જેમણે હુમલો કર્યો તે લોકો સાંભળી લેજો અમે બદલો લઈશું

(12:06 am IST)