Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

અભિનેત્રી પૂજા ભટ્ટને કોંગ્રેસ લોકસભા ચૂંટણી મુંબઈની કોઈ સીટ પર લડાવશે:અટકળો શરૂ

પૂજા ભટ્ટ ‘ભારત જોડો યાત્રા’માં ભાગ લેનારી પહેલી બોલિવૂડ અભિનેત્રી

મુંબઈ :  રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’માં હૈદરાબાદમાં બોલિવૂડ એક્ટ્રેસ અને ડાયરેક્ટર પૂજા ભટ્ટ જોડાતાં પૂજા ભટ્ટને કોંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણી લડાવશે એવી અટકળો ચાલી રહી છે. પૂજાએ કોઈ પણ જગાએ રોકાયા અને થાક્યા વગર રાહુલ ગાંધી સાથે સાડા દસ કિલોમીટર સુધી પદયાત્રા કરી તેની પણ પ્રસંશા થઈ રહી છે. સોશિયલ મીડિયામાં પૂજા ભટ્ટનો રાહુલ ગાંધી સાથેનો વીડિયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.

  કોંગ્રેસનાં સૂત્રોનું કહેવું છે કે, કોંગ્રેસ પૂજા ભટ્ટને 2024ની લોકસભા ચૂંટણીમાં મુંબઈની કોઈ બેઠક પરથી ઉતારવા વિચારી રહી છે. અલબત્ત પૂજા ભટ્ટ હા પાડે પછી જ સત્તાવાર જાહેરાત કરાશે. પૂજા ભટ્ટ ‘ભારત જોડો યાત્રા’માં ભાગ લેનારી પહેલી બોલિવૂડ અભિનેત્રી છે.

  કોંગ્રેસનાં સૂત્રોનો દાવો છે કે, રાહુલ ગાંધીની યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશે ત્યારે બીજી પણ હિન્દી ફિલ્મ સેલિબ્રિટી યાત્રામાં જોડાશે. સ્વરા ભાસ્કર સહિતની સેક્યલુર ગણાતી એક્ટ્રેસ યાત્રામાં જોડાય એવી પૂરી શક્યતા છે. સ્વરા ભાસ્કરે ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરીને રાહુલ ગાંધીનાં વખાણ કર્યાં હતાં.

   
(12:40 am IST)