Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા વેળાએ પોતાને ચાબૂક મારવાની પ્રથામાં ભાગ લીધો :પોથરાજૂની ભૂમિકા ભજવી

તેલંગાણાના પારંપારિક તહેવાર બોનાલૂમાં પાર્ટીના ધારાસભ્ય જગ્ગા રેડ્ડી સાથે ભાગ લેતાં રાહુલ ગાંધી પોતાને ચાબૂક માર્યા.

નવી દિલ્હી :કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં ભારત જોડો યાત્રા દરમિયાન પોતાને ચાબૂક મારવાની પ્રથામાં ભાગ લીધો અને પોથરાજૂની ભૂમિકા ભજવી. તેલંગાણાના પારંપારિક તહેવાર બોનાલૂમાં પાર્ટીના ધારાસભ્ય જગ્ગા રેડ્ડી સાથે ભાગ લેતાં રાહુલ ગાંધી પોતાને ચાબૂક માર્યા હતા . 

પોથરાજૂ તેલંગાણામાં કાઢવામાં આવતી વાર્ષિક બોનાલૂ જુલુસમાં એક પાત્ર છે. તેમણે 'મહાકાલી' દેવીના વિભિન્ના રૂપોની સાત બહેનોનો ભાઇ ગણવામાં આવે છે. જુલુસનું નેતૃત્વ કરતાં પોથરાજૂ એક ચાબુક લઇને ચાલે છે અને ઢોલની થાપના અવાજની સાથે પોતાને ચાબુક વડે કોરડા મારે છે. 

પોતાની યાત્રા દરમિયાન કોંગ્રેસ સાંસદે સ્થાનિક લોકોની સાથે વાતચીત કરી. સ્થાનિક સાંસ્કૃતિક કલાકારોની સાથે ડાન્સ કર્યો અને બાળકો સાથે રમત પણ રમી. પૂર્વ નૌસેના અધ્યક્ષ એડમિરલ રામદાસ અને તેમની પત્ની અને સામાજિક કાર્યકર્તા લલિતા રામદાસ પણ યાત્રામાં જોડાયા હતા

(12:42 am IST)