Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

મધ્‍ય પ્રદેશ : બૈતૂલમાં ભીષણ રોડ અકસ્‍માતઃ બસ અને કાર વચ્‍ચે ભયંકર ટક્કર થતાં ૧૧ લોકોના મોત

બૈતૂલ, તા.૪: મધ્‍ય પ્રદેશના બૈતૂલમાં આજે સવાર સવારમાં એક ભીષણ રોડ અકસ્‍માત થઈ ગયો હતો. બૈતૂલ જિલ્લાના ઝલ્લર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં એક બસ અને કારની અથડામણ થઈ ગઈ હતી. જેમાં ૧૧ લોકોના મોત થઈ ગયા છે. આ દુર્ઘટનામાં એક પેસેન્‍જર ઘાયલ પણ થયો છે. જેને સારવાર માટે હોસ્‍પિટલમાં ભરતી કરાવ્‍યો છે. આ દુર્ઘટનાની જાણકારી બૈતૂલના એસપી સિમલા પ્રસાદે આપી છે.

બસ અને કારની આમને સામને ટક્કર થઈ ગઈ છે અને કેવી રીતે કારના ચિથરા ઉડી ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે કારમાં સવાર મુસાફરોના સૌથી વધારે મોત થયા છે. બસને ફક્‍ત આગળના ભાગે નુકસાન થયું છે. હાલમાં વધુ વિગતોની રાહ જોઈ રહ્યા છીએ.

આપને જણાવી દઈએ કે, ૨૧ ઓક્‍ટોબરની રાતે મધ્‍ય પ્રદેશના રીવામાંથી પણ ભયંકર રોડ અકસ્‍માત થયો હતો. દિવાળીના ઠીક બે દિવસ પહેલા રીવા જિલ્લામાં આવેલી સોહાગી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં આવેલ સોહાગી પહાડ નજીક બસ અને ટ્રકની અથડામણ થતાં ભયંકર રોડ અકસ્‍માત થયો હતો. જેમાં ૧૫ લોકોના મોત થઈ ગયા હતા. બસમાં મજૂરો સવાર હતા. જે હૈદરાબાદથી યૂપીની રાજધાની લખનઉ જઈ રહ્યા હતા.

(10:28 am IST)