Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

ઝારખંડમાં કોંગી ધારાસભ્‍યો અને બિલ્‍ડરોને ત્‍યાં આવકવેરાના દરોડા

ઝારખંડમાં શાસક પક્ષના કોંગ્રેસ ધારાસભ્‍ય અનુપસિંહ અને પ્રદિપ યાદવના નિવાસસ્‍થાને આવકવેરા ખાતુ ત્રાટકયુ છે : અનુપસિંહનું નામ કોંગ્રેસ ધારાસભ્‍યોના હાલીયા રોકડ કૌભાંડમાં બહાર આવ્‍યુ હતુ. જેમાં ૪૯ લાખની રોકડ પકડાયા પછી અનુપસિંહે રાંચીમાં એફઆઈઆર નોંધાવી આરોપ મુકેલ કે કોંગ્રેસના ધારાસભ્‍ય ડો. ઈરફાન અંસારીએ ભાજપના સહકારથી રાજયની કોંગ્રેસ સરકારને તોડી પાડવામાં મદદ કરવાના બદલામાં ૧૦ કરોડ રૂા. રોકડા અને મંત્રીપદુ આપવાની ભાજપે ઓફર કરી હતી. દરમિયાન આવકવેરા ખાતાએ કેટલાક બિલ્‍ડરોને ત્‍યાં પણ દરોડા શરૂ કર્યા છે. ઝારખંડમાં કોંગ્રેસની મહાગઠબંધન સરકારને અસ્‍થિર કરવા માટે ચોકકસ સંસ્‍થાઓનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે.

 

(10:30 am IST)