Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

ચૂંટણી જાહેર થતાં ‘સોશ્‍યલ મીડિયા' પર એડમિન્‍સની ‘આચાર સંહિતા'..!

વોટ્‍સએપ ગ્રુપના એડમિન્‍સે ‘પોલિટિકલ મેસેજ' નહીં કરવા સભ્‍યોને તાકીદ કરી : ફ્રેન્‍ડ્‍સ, ફેમિલી કે સોસાયટીના ગ્રુપના માહોલ ન બગડેઅને મન-ભેદ ન થાય તેનું ધ્‍યાન રાખવા તાકીદ

પશ્ચિમ બંગાળના રાજ્‍યપાલ એલ ગણેશનના ચેન્‍નાઇ ખાતેના નિવાસ્‍થાને સામાજિક પ્રસંગમાં હાજરી આપવા મમતા બેનરજી ગયા હતા. આ દરમિયાન તેમણે ઢોલ પર પણ હાથ અજમાવ્‍યો હતો.

નવી દિલ્‍હી,તા. ૪ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે વાતાવરણમાં ગરમાવો જામી ગયો છે અને સોશ્‍યલ મીડિયા પણ તેમાંથી બાકાત નથી. સોશ્‍યલ મીડિયા અને એમાંય વોટ્‍સએપ ગ્રુપના એડમિન્‍સ સક્રિય થઇ ગયા છે અને ગ્રુપમાં સૌહાર્દ અને ભાઇચારાનું વાતાવરણ બની રહે એ માટે કોઇએ પણ ‘રાજકીય' મેસેજીસ ગ્રુપમાં કરવા નહીં તેવી તાકીદ કરી છે. ચૂંટણીની તારીખ જાહેર થતાંની સાથે ન વિવિધ વોટ્‍સએપ ગ્રુપ પર એવા મેસેજ ફરતાં થયા હતા કે, ‘ચૂંટણીની આચારસંહિતાને ધ્‍યાનમાં રાખીને કોઇ પણ મિત્રએ કોઇ પણ પક્ષ કે સરકારની તરફેણ કે વિરોધના મેસેજ ગ્રુપમાં મુકવા નહીં.' આ રીતે એડમિન્‍સ દ્વારા ‘સોશ્‍યલ મીડિયા' પર ‘આચારસંહિતા' લાગુ કરવાની શરૂઆત કરી દીધી છે...!

ચૂંટણીનો માહોલ જામે ત્‍યારે સોશ્‍યલ મીડિયા સૌથી વધુ એક્‍ટિવ થઇ જાય છે. વોટ્‍સએપ, ફેસબુક, ટ્‍વિટર જેવા માધ્‍યમો ઉપર સક્રિય લોકો ચૂંટણીને લગતા ફ્રેશ અને ફોરવર્ડેડ મેસેજીસ કરવા લાગે છે. કોઇ સત્તાપક્ષને ટેકો આપે છે તો કોઇ સત્તાપક્ષના ટાંટિયા ખેંચે છે. આવા મેસેજીસના પગલે ગ્રુપમાં પર ગરમાવો આવી જાય છે. અને મેમ્‍બર્સ વચ્‍ચે મનદુખ અને વૈમનસ્‍ય સર્જાય છે. અગમચેતીના પગલાં રૂપે કેટલાક વોટ્‍સએપ ગ્રુપના સભ્‍યો માટે તેના એડમિન્‍સે એક પ્રકારની આચારસંહિતા ચૂંટણીની તારીખે જાહરે થતા જ જાહેર કરી દીધી છે. એડમિન્‍સે સભ્‍યોને જણાવ્‍યું છે કે, ‘ચૂંટણી કાલે પતી જશે. કોઇ જીતશે અને કોઇ હારશે. પરંતુ ગ્રુપના સભ્‍યો તો મિત્રો છે અથવા તો કુટુંબના સભ્‍યો છે. તેમની વચ્‍ચેના સંબંધોમાં ચૂંટણી કે રાજકારણના પગલે ખટાશ કે તીખાશા આવવી જોઇએ નહીં'

એક કોલેજના મિત્રોના ગ્રુપના એડમિને જણાવ્‍યું હતું કે, ‘રાજકારણ અને અંગત સંબંધો બે જુદીજુદી વસ્‍તુ છે. રાજકીય મેસેજીસ સોશ્‍યલ ગ્રુપમાં કરીને એકબીજા સાથેના સંબાંે વણસે એવું કયારેય થવું જોઇએ નહીં. મિત્રો વચ્‍ચે રાજકારણના લીધે મનદુઃખ કે મનભેદ થવા જોઇએ નહીં'

બીજા એક ગ્રુપના એડમિનસનું કહેવું હતુ કે, ‘અમારા ગ્રુપમાં કેટલાક એવા મિત્રો છે જેઓ રાજકારણમાં પણ સક્રિય છે. જો કે તેમને અંગત રીતે અમે કહ્યું છે કે ફ્રેન્‍ડ્‍સના ગ્રુપમાં તેઓ કોઇ રાજકીય મેસેજ ન કરે. જો કે આ નિયમનો અમલ તેઓ પહેલા પણ કરતા હતા. જેના લીધે અમારા ગ્રુપમાં ‘રાજકીય' ચડસાચડસી જોવા મળતી નથી.' જ્‍યારે કે એક ગ્રુપ એડમિનનું કહેવું હતું કે, ‘અગાઉ અમારા ગ્રુપમાં મિત્રો વચ્‍ચે ચૂંટણી અને ચૂંટણી સિવાય પણ જે રીતે રાજકીય વિચારાધારાના પક્ષ કે વિરોધમાં મેસેજ થતાં હતા, તેના કારણે મિત્રો વચ્‍ચે ખટરાગ થઇ ગયા હતા. સ્‍કૂલના મિત્રો વર્ષો બાદ મળ્‍યા અને વોટ્‍સએપ ગ્રુપથી બધા એકબીજાના સંપર્કમાં રહે છે. ત્‍યારે આવા રાજકીય મેસેજીસના પગલે અનેકવાર અમારે ગ્રુપ પણ નવેસરથી બનાવવા પડયા છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી દરેક સભ્‍ય અંગત વિચારધારા ખાસ કરીને વોટ્‍સએપ ગ્રુપમાં મુકતા નથી.'

(10:54 am IST)