Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

ઈમરાન ખાન પાસે રૂ.૨ લાખની કિંમતની ૪ બકરીઓઃ પોતાના નામે કોઈ વાહન નથીઃ પત્‍ની વધુ અમીર

ઈમરાન ખાન પાકિસ્‍તાનની બહાર કોઈ વાહન કે મિલકત ધરાવતા નથીઃ તેમજ કોઈ રોકાણ નથીઃ પાકિસ્‍તાની ફોરેન કરન્‍સી અકાઉન્‍ટમાં $૩૨૯,૧૯૬ અને ૫૧૮ પાઉન્‍ડ સ્‍ટર્લિંગ સિવાય તેમની પાસે બેંક ખાતાઓમાં ૬૦ મિલિયનથી વધુ રૂપિયા છે

ઇસ્‍લામાબાદ,તા. ૪ : કોઈ રાજકારણી કંગાળ થઈ ગયો હોય તેવું માની શકાય નહીં. તેઓ એક યા બીજી રીતે પોતાની મિલકત છુપાવી રાખે જ છે. પાકિસ્‍તાનના પૂર્વ વડાપ્રધાન અને એક સમયના જાણીતા ક્રિકેટર ઈમરાન ખાન બાબતે પણ આવું જ હોવાનો આક્ષેપ થાય છે. ૨૦૨૦ની એસેટ ફાઈલિંગ મુજબ બુશરા બીબી ઈમરાન ખાન કરતા વધુ અમીર છે. થોડા સમય પહેલા ઈમરાન ખાનને પીએમ પદ પરથી હટાવવામાં આવ્‍યા હતા. એસેટ ફાઇલિંગમાં બહાર આવ્‍યું હતું કે વર્તમાન પીએમ શાહબાઝ શરીફની પહેલી પત્‍ની પણ તેમના કરતા વધુ અમીર છે.

હકીકતમાં વાત એમ છે કે ૨૦૨૦ માં થયેલા પાકિસ્‍તાન એસેટ ફાઇલિંગની વિગતો બહાર આવી છે. પાકિસ્‍તાનના ચૂંટણી પંચે ખુલાસો કર્યો છે કે, પાકિસ્‍તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની પત્‍ની બુશરા બીબી તેમના પતિ કરતાં વધુ અમીર છે. વડા પ્રધાન શહબાઝ શરીફની પ્રથમ પત્‍ની નુસરત શેહબાઝ માટે પણ આ વાત લાગુ પડે છે, કારણ કે તેમની પાસે ૨૩૦.૨૯ મિલિયન રૂપિયાની સંપત્તિ છે અને તે તેના પતિ કરતાં વધુ અમીર છે.

૩૦ જૂન, ૨૦૨૦ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે ફાઇલ કરાયેલ સંપત્તિના આંકડા અંગે પાકિસ્‍તાની અખબાર Dawn દ્વારા જણાવ્‍યા મુજબ, ઇમરાન ખાન ૨૦૦,૦૦૦ રૂપિયાની કિંમતની ચાર બકરીઓ ધરાવે છે. બનીગાલામાં તેમના વિલા ઉપરાંત, તેની પાસે છ મિલકતો છે, જેમાં કેટલીક વારસાગત મિલકતો, લાહોરના જમાન પાર્કમાં એક ઘર, લગભગ ૬૦૦ એકર ખેતીની જમીન તેમજ બિન-ખેતીની જમીનનો સમાવેશ થાય છે. ઈમરાન ખાન જયારે ૨૦૧૮માં વડાપ્રધાન બન્‍યા ત્‍યારે તેમની સંપત્તિ તરીકે ૪ બકરીઓ નોંધવામાં આવી હતી.

અહેવાલોમાં જણાવાયું છે કે ઈમરાન ખાન પાકિસ્‍તાનની બહાર કોઈ વાહન કે મિલકત ધરાવતા નથી. તેમજ કોઈ રોકાણ નથી. પાકિસ્‍તાની ફોરેન કરન્‍સી અકાઉન્‍ટમાં $૩૨૯,૧૯૬ અને ૫૧૮ પાઉન્‍ડ સ્‍ટર્લિંગ સિવાય તેમની પાસે બેંક ખાતાઓમાં ૬૦ મિલિયનથી વધુ રૂપિયા છે.

બીજી બાજુ બુશરા બીબીની કુલ સંપત્તિ ૧૪૨,૧૧ મિલિયન રૂપિયા છે, એમ એક રિપોર્ટમાં જણાવાયું છે. શેહબાઝ શરીફની પ્રથમ પત્‍ની નુસરત શાહબાઝ પાસે ૨૩૦.૨૯ મિલિયન રૂપિયાની સંપત્તિ છે અને તેમની પાસે ૯ ખેતીલાયક જમીનો છે જયારે શેહબાઝ શરીફની કુલ સંપત્તિ ૧૦૪.૨૧ અબજ રૂપિયા છે. પાકિસ્‍તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની મોટાભાગની સંપત્તિ દેશની બહાર શ્‍ખ્‍ચ્‍ અને દુબઈમાં છે. જાહેર કરાયેલા અબજોપતિઓમાંના તેઓ એક છે.

અહીં ઉલ્લેખનિય છે કે, પાકિસ્‍તાનમાં થોડા સમય પહેલા વિદ્રોહ કરીને ઇમરાન ખાનને પીએમના સ્‍થાનેથી પદભ્રષ્ટ કરવામાં આવ્‍યા હતા અને શેહબાઝ શરીફ હવે પાકિસ્‍તાન પ્રમુખ છે.

(10:51 am IST)