Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

બ્‍યુટીપાર્લરનાં બિઝનેસમાં આવશે મુકેશ અંબાણી !

ભારતમાં ૨૦,૦૦૦ કરોડનો છે સલુન ઉદ્યોગ : રિલાયન્‍સ ચેન્નાઈ સ્‍થિત નેચરલ્‍સ સેલોન એન્‍ડ સ્‍પામાં લગભગ ૪૯% હિસ્‍સો ખરીદવા માટે વાતચીત કરી રહી છે

નવી દિલ્‍હી, તા.૪: મુકેશ અંબાણીની રિલાયન્‍સ રિટેલ હવે સલૂન બિઝનેસમાં આવવાની છે. ઈકોનોમિક ટાઈમ્‍સના અહેવાલ મુજબ, રિલાયન્‍સ ચેન્નાઈ સ્‍થિત નેચરલ્‍સ સેલોન એન્‍ડ સ્‍પામાં લગભગ ૪૯% હિસ્‍સો ખરીદવા માટે વાતચીત કરી રહી છે. રિલાયન્‍સ રિટેલ ૪૯% હિસ્‍સો હસ્‍તગત કરીને સંયુક્‍ત સાહસ બનાવી શકે છે.

પ્રારંભિક તબક્કામાં વાટાઘાટોઃ ઇકોનોમિક ટાઇમ્‍સના એક અહેવાલમાં અધિકારીઓને ટાંકવામાં આવ્‍યું છે કે - નેચરલ્‍સ સેલોન એન્‍ડ સ્‍પાના ભારતમાં લગભગ ૭૦૦ આઉટલેટ્‍સ છે અને રિલાયન્‍સ તેને ચાર-પાંચ ગણો વધારવા માંગે છે. આ વાતચીત હજુ પ્રારંભિક તબક્કામાં છે. તમને જણાવી દઈએ કે નેચરલ સલૂન એન્‍ડ સ્‍પા ચલાવતી કંપની ગ્રૂમ ઈન્‍ડિયા સલૂન એન્‍ડ સ્‍પા છે. કંપની હિંદુસ્‍તાન યુનિલિવરની લેક્‍મે બ્રાન્‍ડ અને એનરિચ સહિતની પ્રાદેશિક બ્રાન્‍ડ્‍સ સાથે સ્‍પર્ધા કરી રહી છે.

ભારતમાં રૂ.૨૦,૦૦૦ કરોડના સલૂન ઉદ્યોગમાં બ્‍યુટી પાર્લર અને વાળંદની દુકાનોવાળા સમાવેશ કરતા લગભગ ૬.૫ મિલિયન લોકોનો જોડાયેલા છે તે કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન સૌથી વધુ અસરગ્રસ્‍ત પૈકીનો આ ઉદ્યોગ હતો.

CK કુમારવેલ, CEO, નેચરલ્‍સ સલૂન એન્‍ડ સ્‍પાએ કહ્યું - કોવિડને કારણે દરેક વ્‍યવસાયને અસર થઈ અને સલૂન કદાચ સૌથી વધુ પ્રભાવિત થયા. પરંતુ છેલ્લા સાત મહિનામાં બિઝનેસ મજબૂત રહ્યો છે. જો કે, અમે હિસ્‍સો ઘટાડી રહ્યા છીએ, તેથી તે કોવિડને કારણે નથી.

તે જ સમયે, રિલાયન્‍સ રિટેલના પ્રવક્‍તાએ આ અંગે કોઈ માહિતી આપી નથી. પ્રવક્‍તાએ કહ્યું કે નીતિ તરીકે અમે મીડિયાની અટકળો અને અફવાઓ પર ટિપ્‍પણી કરતા નથી.

(11:44 am IST)