Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

અદાણી એન્‍ટરપ્રાઇઝ લિ.ના વિત્ત વર્ષ-૨૩ના પહેલા છ માસિક સમયના ઉત્‍સાહજનક પરીણામો ૨૦૨%ના ઉછાળા સાથે એકીકૃત આવક રૂા. ૪૧૦૬૬ કરોડ

એકીકૃત EBIDTA ૮૬% વધી રૂા. ૪૧૦૦ કરોડ : ગંગા એક્‍સપ્રેસ વેના ફાયનાન્‍સિયલ ક્‍લોઝરથી રૂા. ૧૦,૨૩૮ કરોડ હાંસલ કરાયાઃ DJSI(S&P) દ્વારા ESG રેટિંગ માટે વિશ્વમાં ૭મું સ્‍થાન

રાજકોટ,તા.૪ : અદાણી સમૂહનો હિસ્‍સો એવી અદાણી એન્‍ટરપ્રાઇસ લિ.એ તા.૩૦ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૨ના પૂરા થયેલા અર્ધવાર્ષિક અને ક્‍વાર્ટર માટેના ઉત્‍સાહવર્ધક પરિણામોની આજે જાહેરાત કરી છે

નાણા વર્ષ-૨૩ના અર્ધવાર્ષિક સમય ગાળાની નાણાકીય (એકીકૃત) ઝલક (YoY આધારે)

  •  IRM અને એરપોર્ટ બિઝનેસ દ્વારા થયેલી સંગીન કામગીરીને કારણે કુલ આવક ૨૦૨%વધીને રૂ.૭૯,૫૦૮ કરોડ
  •  IRM અને એરપોર્ટ બિઝનેસ દ્વારા થયેલી સઘન કામગીરીને લીધે EBIDTA ૮૬%વધીને ૪,૧૦૦ કરોડ થયો
  •  એટ્રિબ્‍યુટેબલ PAT ૯૨%વધીને રૂ.૯૩૦ કરોડ

નાણાકીય વર્ષ-૨૩ના બીજા ક્‍વાર્ટર દરમિયાન નાણાકીય કામકાજ ની ઝલક (એકીકૃત) (YoY ધોરણે)

  •  IRM અને એરપોર્ટ બિઝનેસ દ્વારા સંગીન કામગીરીને કારણે કુલ આવક ૧૮૩%વધીને રૂ.૩૮,૪૪૧ કરોડ
  •  IRM અને એરપોર્ટ બિઝનેસ દ્વારા થયેલી સઘન કામગીરીને લીધે EBIDTA ૬૯%વધીને ૨,૧૩૬ કરોડ થયો
  •  એટ્રિબ્‍યુટેબલ PAT ૯૨%વધીને રૂ.૯૩૦ કરોડ
  •  એટ્રિબ્‍યુટેબલ PAT ૧૧૭%વધીને EBIDTAના જેમ રૂ.૪૬૧ કરોડ

અદાણી ઉદ્યોગ સમૂહના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્‍યું હતું.કે અદાણી કંપનીઓના પોર્ટફોલિયોની વિવિધ શક્‍તિઓ સાથે વ્‍યૂહાત્‍મક રીતે સંકલિત આકર્ષક વિચારો ઉપર નિર્માણ કરતી રહી હોવાના કારણે અદાણી એન્‍ટરપ્રાઇઝે ભારતના સૌથી સફળ નવા બિઝનેસ ઇન્‍ક્‍યુબેટર તરીકે તેની સ્‍થિતિને ફરીથી માન્‍ય કરી છે. અમે ભારતની વૃદ્ધિની ગાથામાં સતત ભરોસો રાખીને આગળ વધીએ છીએ અને વિશ્વ-સ્‍તરના માળખાના અદ્યતન અને કાર્યક્ષમ વિકાસ મારફત રાષ્ટ્ર-નિર્માણની અમારી મુખ્‍ય ફિલસૂફી માટે પ્રતિબદ્ધ રહેતા આવ્‍યા છીએ જે વધતા શેરધારકોને મૂલ્‍ય પ્રદાન કરે છે.

વિત્ત વર્ષ-૨૩ના બીજા ક્‍વાર્ટરમાં વ્‍યવસાયોની ઝલક

ઇનક્‍યુબેટીંગ વ્‍યવસાયોની અદ્યતન માહિતી

૧. અદાણી એરપોર્ટસ હોલ્‍ડીંગ્‍સ લિ.(AAHL - Airports)

  •  સમયગાળા દરમિયાન અદાણી એરપોર્ટસ ઉપરથી સંચાલન
  •  ૧૬.૩ મિલિઅન પ્રવાસીઓની હેરફેરનું સંચાલન
  •  ૧૨૬.૯ ત્ત્ એર ટ્રાફીક હેરફેરAir Traffic Movements
  •  ૨.૦ લાખ મેટ્રિક ટન કાર્ગો

૨. અદાણી રોડ ટ્રાન્‍સપોર્ટ લિ. (ARTL – Roads)

  • સૂર્યપેટ ખમ્‍મામ ખાતેના બીજા ણ્‍ખ્‍પ્‍ રોડ પ્રોજેક્‍ટ માટે પ્રોવિઝનલ ઘ્‍બ્‍ઝ પ્રાપ્ત કર્યું
  • અમલ હેઠળના ચાર ણ્‍ખ્‍પ્‍ પ્રોજેકટની માહિતી
  •  ભારતના સૌથી વિરાટ ગ્રીન ફિલ્‍ડ ગંગા એક્‍સપ્રેસ વે પ્રોજેક્‍ટ માટે રુ.૧૦૨૩૮ કરોડનું ફાયનાન્‍સિયલ ક્‍લોઝર પ્રાપ્ત થયું
  •  (૧ BOT પ્રોજેક્‍ટ સહીત) ૭ પ્રોજેક્‍ટસ માટેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

૩. અદાણી કોન્નેક્‍સ પ્રા.લિ. (ACX – ડેટા સેન્‍ટર)

  •  ૧૭ મેગાવોટની ક્ષમતા સાથે ચેન્નાઇ ખાતે ACXનું પ્રથમ ડેટા સેન્‍ટર કાયર્ાિન્‍વત કરવામાં આવ્‍યું
  •  નોઇડા ડેટા સેન્‍ટર-પ્રોજેક્‍ટની કામગીરી ૨૨%પૂર્ણ થઇ છે

સ્‍થાપિત વ્‍યવસાયોની વિત્ત વર્ષ-૨૩ના બીજા ક્‍વાર્ટરમાં કામકાજની ઝલક

૧.   અદાણી ન્‍યુ ઇન્‍ડસ્‍ટ્રીઝ સપલાય ચેઇન ઇકોસિસ્‍ટમ

  •  ૨.૦ ગીગાવોટના નવી સોલાર મોડ્‍યુલ લાઇન કાયર્ાિન્‍વત કરાઇ
  •  ટોપકોન સેલ ટેકનોલોજી સાથે હાલની ૧.૫ ગીગાવોટ ક્ષમતાનો પ્‍લાન્‍ટ ૨.૦ ગીગાવોટ ક્ષમતાનો કરવામાં આવી રહ્યો છે.
  •  મુંદ્રા ખાતે ૫.૨ મેગાવોટની ભારતની સૌથી મોટી વિન્‍ડ ટર્બાઇન પ્રોટોટાઇપની સ્‍થાપના; ટેસ્‍ટીંગ અને  સર્ટીફિકેશનની કામગીરી ગતિમાં છે
  •  ૨૬૭ મેગાવોટના વોલ્‍યુમ સામે ૨૦૬ મેગાવોટ વોલ્‍યુમ થયું

૨. પ્રાયમરી ઇન્‍ડસ્‍ટ્રીઝ (ખનન સેવાઓ)

  •  ખનન સેવાઓનું ઉત્‍પાદન ૫.૪. મિલિઅન મેટ્રિક ટન રહ્યું છે.
  •  આર્યન ઓર સહિત કોલસાની ખાણોની ઓપરેશ્નલ પિક ક્ષમતા ૫૦ મિલિઅન મેટ્રિક ટનથી વધુ.

પ્રોજકેટ              રાજય     પૂર્ણતાની ટકાવારી

મન્‍છેરીઅલ રેપાલ્લેવાડા  તેલંગાણા     ૮૧%

વિજયવાડા બાયપાસ    આંધ્રપ્રદેશ    ૩૩%

નાનાસા પિડગાવ        મધ્‍યપ્રદેશ      ૩૧%

કોડાડ ખમ્‍મામ            તેલંગાણા       ૨૧%

(11:52 am IST)