Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

ઇઝરાયલમાં સત્તા પરિવર્તન : ફરી વાર બેન્ઝામીન નેતન્યાહૂની બની સરકાર

પીએમ મોદીએ આપી શુભકામના

યરૂશલમ તા. ૪ : ઈઝરાયલના પ્રધાનમંત્રી યાઈર લાપિડે ગઇકાલે ચૂંટણીમાં હાર સ્વિકારી લીધી છે અને વિપક્ષી નેતા બેન્ઝામિન નેતન્યાહૂને ફોન કરીને ચૂંટણી જીતવા પર શુભકામના આપી છે. બીજી બાજૂ ભારતીય પ્રધાનમંત્રીએ પણ નેતન્યાહૂને શુભકામના આપી છે. નેતન્યાહૂના નેતૃત્વવાળા દક્ષિણ પંથી પાર્ટીના ગઠબંધને સંસદમાં બહુમત મેળવી લીધો છે. નેતન્યાહૂની આગેવાનીવાળા દક્ષિણપંથી ગ્રુપને ૧૨૦ સભ્યોવાળી સંસદમાં ૬૪ સીટ જીતીને બહુમત મેળવી લીધો છે.
લાપિડે નેતન્યાહૂને કહ્યું કે, તેમણે પ્રધાનમંત્રી કાર્યાલયના તમામ વિભાગોને સત્તાના વ્યવસ્થિત હસ્તાંતરણની તૈયારી કરવાના નિર્દેશ આપ્યા છે. લાપિડે ટ્વિટ કર્યું છે કે, ઈઝારયલની સંકલ્પના કોઈ પણ રાજકીય વિચારથી ઉપર છે. હું નેતન્યાહૂને ઈઝરાયલ અને અહીંના લોકો માટે શુભકામના આપું છું.
ઈઝરાયલમાં મંગળવારે ચાર વર્ષમાં અભૂતપૂર્વ પાંચમી વાર મતદાન થયું હતું. કેન્દ્રીય ચૂંટણી સમિતિના તાજેતરના આંકડા અનુસાર ,નેતન્યાહૂની લિકુડ પાર્ટીએ ૩૦ સીટ, પ્રધાનમંત્રી યાઈર લાપિડની યેશ અતીદને ૨૪, રિલીઝિયસ જિયોનિઝમને ૧૪ સીટ, નેશનલ યુનિટીને ૧૨, શાસને ૧૧ અને યૂનાઈટેડ ટોરા જુદાઈસ્મને આઠ સીટ મળી હતી.

 

(11:56 am IST)