Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

ખડગેએ રાજસ્‍થાન મોડલના કર્યા વખાણ : ગેહલોતને મળી સંજીવની

જયપુર, તા. ૪ : રાજસ્‍થાનમાં રાજકીય ખેંચતાણ વચ્‍ચે કોંગ્રેસના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ખડગેએ મુખ્‍યમંત્રી ગેહલોતના વીઝનના વખાણ કર્યા છે તેમણે ગેહલોત સરકારની યોજનાઓ અંગે પણ ખુશી વ્‍યકત કરતા જણાવેલ કે, રાજસ્‍થાન દેશના મોડલ સ્‍ટેટ તરીકે ઉભરીને આવ્‍યું છે, ૧ કરોડ લોકોને સામાજીક પેન્‍શન યોજનાઓનો લાભ મળી રહ્યા છે. અત્‍યાર સુધીમાં ર૯.૭ર૪ કરોડનું પેન્‍શન અપાઇ ચુકયું છે. સામાજિક સુરક્ષા યોજનાઓના સારા પરિણામોના કારણ રાજસ્‍થાન મોડલ સ્‍ટેટ બન્‍યું છે. ખડગેના આ નિવેદનથી ગેહલોતને જાણે સંજીવની મળી ગઇ હતી.

(1:32 pm IST)