Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

ટ્‍વીટર ખોરવાયુઃ લોગીનમાં મુશ્‍કેલીઃ નવા ટ્‍વીટ પણ દેખાતા નથી

નવી દિલ્‍હી : વોટ્‍સએપ અને ઇન્‍સ્‍ટાગ્રામ બાદ ટ્‍વીટર પણ ખોરવાયું હોવાનો યુઝર્સ અનુભવ કરી રહ્યા છે. આજે સવારથી અનેક યુઝર્સને લોગીન કરવામાં મુશ્‍કેલી પડી રહી છે, તો ઘણા યુઝર્સ નવા ટ્‍વીટ ન દેખાતા હોવાની ફરીયાદ કરી રહ્યા છે. જયારે ફીડપેજ લોડ થયા બાદ સમથીંગ વેસ્‍ટ રોંગનું પોપઅપ પણ જોવા મળ્‍યું હતું. આ મુશ્‍કેલી સવારે ૩ વાગ્‍યે શરૂ થયેલ અને ૭ વાગ્‍યે  ખૂબજ ખોરવાયેલ યુઝર્સને એકાઉન્‍ટ એકસેસ કરવામાં પણ તકલીફ પડેલ.

(3:10 pm IST)