Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

કાશ્મીરના અનંતનાગ જીલ્લામાં વધુ એક ટાર્ગેટ કીલીંગઃ શાળાના બે ચપરાસીઓ પર ગોળીબાર

એક બિહારનો હતો જયારે બીજો નેપાળનો

(સુરેશ ડુગ્ગર દ્વારા),જમ્મુઃ કાશ્મીરમાં આતંકવાદીઓએ હવે બે અન્ય રાજયોના ચપરાસીઓને ગોળીમારીને જખ્મી કરી દીધા છે. પોલીસે જણાવ્યું કે આતંકવાદીઓએ જેના પર હુમલો કર્યો છે તેમાંથી એક બિહાર અને બીજો નેપાળનો છે. બન્ને એક જ શાળામાં ચપરાસી તરીકે નોકરી કરે છે. બન્નેને ઘાયલ અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમની સ્થિતી ગંભીર છે. ઘટના પછી તરત જ પોલીસ અને સુરક્ષા દળોએ સંયુકત રૃપે સર્ચ ઓપરેશન શરૃ કરી દીધું છે, જો કે હજુ સુધી હુમલાખોરોની કોઈ ભાળ નથી મળી.

પોલીસે જણાવ્યું કે ગુરૃવારે સાંજે દક્ષિણ કાશ્મીરના આંતકવાદીઓએ એક ખાનગી શાળામાં ચપરાસી તરીકે કામ કરતા બે લોકોને ગોળી મારી હતી. પોલીસ અનુસાર, ગુરૃવારે સાંજે આ ખાનગી શાળામાં બે થી ત્રણ શંકાસ્પદ લોકો ઘૂસી ગયા હતા અને ત્યાં કામ કરતા બે લોકોને ગોળી મારી હતી. આતંકવાદીઓએ ટાર્ગેટ કરીને આ બે લોકોને જ ગોળી મારી અને ફરાર થઈ ગયા હતા.

(3:12 pm IST)