Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

ઈમરાન પર હુમલો કરવા એક નહીં બે વ્યકિત આવ્યા હતા?

પાકિસ્તાનમાં ગૃહ યુધ્ધ જેવી સ્થિતિ તપાસ માટે ખાસ ટીમની કરાઈ રચના

ઈસ્લામાબાદઃ પંજાબ પ્રાંતના મુખ્યપ્રધાને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર જીવલેણ હુમલાની તપાસના આદેશ આપી દીધા છે. પાકિસ્તાનમાં જલ્દી ચૂંટણી કરાવવાની માંગણી માટે રાજધાની ઈસ્લામાબાદ સુધી લાંબી માર્ચ પર નીકળેલા ઈમરાન ખાન પર ગુરૂવારે જીવલેણ હુમલો થયો હતો. આ હુમલામાં ઈમરાનને પગમાં ગોળીઓ લાગી છે. ઈમરાન પર થયેલ આ હુમલા પછી પાકસ્તિાનમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.

પાકિસ્તાની અખબાર ધ ડોને એક ઓફીશ્યલ બયાનનો હવાલો આપીને કહ્યું કે ઘટનાના કારણોની તપાસ માટે આતંકવાદ વિરોધી વિભાગના અધિકાીરઓને ટીમમાં રાખવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું 'અમે જાણવા માંગીએ છીએ કે ઘટના પાછળ કોણ છે? આરોપીને કોણે ટ્રેનીંગ આપી, તેને કેટલા પૈસા ચૂકવાયા અને તેને તે કયાં મળ્યા ? એવું લાગે છે કે હુમલાખોરો બે હતા, એક નહીં.'

પાકિસ્તાનમાં આ ઘટના પછી ગૃહયુધ્ધ જેવી સ્થિતી છે. ઠેરઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ભય વ્યકત કરાઈ રહ્યો છે કે પાકિસ્તાનમાં સ્થિતી બેકાબુ થઈ શકે છે. ઈમરાનના પક્ષ પાકિસ્તાન તહરીક- એ- ઈન્સાફ (પીટીઆઈ)એ હુમલાને સુનિયોજીત ગણાવીને તેને ભૂતપૂર્વ વડાપ્રધાની હત્યાનો પ્રયાસ ગણાવ્યો છે. પક્ષના પ્રવકતા ફવાદ ચૌધરીએ કહ્યું કે જો લોકોએ હુમલાખોરનેના રોકયો હોત તો પીટીઆઈની આખી નેતાગીરી ખતમ થઈ જાત ઈમરાન પર હુમલામાં શંકાની સોય વર્તમાન વડાપ્રધાન તરફ પણ જઈ રહી છે.

(3:58 pm IST)