Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

કોરોનાના ૧૨૧૬ નવા કેસઃ ૧૮ના મોત

દેશમાં અત્યાર સુધીમાં ૪,૪૬,૫૮,૩૬૫ લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે

નવી દિલ્હી, તા.૪: દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૧૬ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૮ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં ૨૧૯.૬૯ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૪,૪૬,૫૮,૩૬૫ લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી ૫,૩૦,૪૭૯ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૪૧,૧૨,૧૮૧ લોકો માત આપી ચૂક્યા છે. પાછલા ૨૪ કલાકમાં ૩૯૩ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા ૧૫,૭૦૫એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા ૦.૦૪ ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને ૯૮.૭૮ ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને ૧.૧૯ ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૧,૫૬,૦૫૭ લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી ૯૦.૧૭ કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ૧.૫૯ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૧.૦૮ ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં ૨,૧૯,૬૯,૭૮,૩૫૩  લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૧,૯૭,૬૫૯ લોકોને રસી આપવામાં આવી હતી.

(3:59 pm IST)