Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં પલ્ટો આવશેઃ ઉત્તર ભારતમાં શિયાળાની ઠંડી વચ્ચે માવઠાની આગાહી

ચોમાસાની વિદાય પછી શિયાળાના આગમન વચ્ચે કમોસમી વરસાદ પડવાની આગાહી

નવી દિલ્હીઃ હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાની વિદાય થતા શિયાળની અસર વર્તાઇ રહી છે. અને સવાર સવારમાં ફુલગુલાબી ઠંડી પડવાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે હવે રાજ્યમાં શિયાળામાં વરસાદી માવઠું પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે તાજેતરમાં જ આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં શિયાળા સમયે માવઠું પડી શકે છે.
મળતી માહીતી મુજબ તાજેતરમાં જ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. જેથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં શિયાળા સમયે માવઠુ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઉત્તર ભારતના હવામાનમાં પલટો આવશે જેના કારણે રાજ્યમાં માવઠું પડી શકે છે. જેમાં શુક્રવાર અને શનિવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સૌથી વધારે અનુભવાશે. જેથી શિયાળામાં ઠંડીની વચ્ચે વાતાવરણમાં પલટો જોવા મળશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દેશના ઉત્તરના રાજ્યોમાં હવામાનમાં પલટો આવી શકે છે. હિમાલયમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. તેની અસર શુક્રવારથી ઉત્તર ભારતના રાજ્યો પર પડશે. પહાડોથી માંડીને મેદાન પ્રદેશ સુધી વરસાદ થશે. શુક્રવાર અને શનિવારે તેની અસર સૌથી વધારે થશે. પહાડી વિસ્તારમાં બરફવર્ષા તો નજીકના મેદાન પ્રદેશોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના અનુસાર એક ચક્રવાતી પવાનોનું ક્ષેત્ર તામિલનાડુ અને આસપાસના વિસ્તારો પર સર્જાયેલું છે. ઉત્તર-પૂર્વના પવનો ઉત્તર તામિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રેશના કિનારાના વિસ્તારો તરફ વહી રહ્યો છે. તેથી આ ત્રણ રાજ્યો અને આસપાસના ક્ષેત્રોમાં વ્યાપક પ્રમાણમાં હળવાથી મધ્યમ તો ક્યાંક-ક્યાંક ભારે વરસાદ થઇ શકે છે.

(4:31 pm IST)