Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

દિલ્હી મહાનગરપાલિકા માટે ચૂંટણીની તારીખ જાહેર :4 ડિસેમ્બરે થશે મતદાન :7 ડિસેમ્બરે મત ગણતરી 7 નવેમ્બરે જાહેર થશે. નોમિનેશન ભરવાની અંતિમ તારીખ 14 નવેમ્બર હશે

નવી દિલ્હી : દિલ્હી મહાનગરપાલિકા માટે ચૂંટણીની તારીખની જાહેરાત થઇ છે. MCD ચૂંટણી 4 ડિસેમ્બરે યોજાશે જ્યારે 7 ડિસેમ્બરે મતની ગણતરી થશે. દિલ્હીના રાજ્ય ચૂંટણી પંચે પત્રકાર પરિષદ કરીને જાણકારી આપી હતી. ચૂંટણી કમિશર ડૉ. વિજય દેવે કહ્યુ કે નોટિફિકેશન 7 નવેમ્બરે જાહેર થશે. નોમિનેશન ભરવાની અંતિમ તારીખ 14 નવેમ્બર હશે.

ચૂંટણી કમિશનરે કહ્યુ કે દિલ્હી મહાનગરપાલિકામાં હવે 250 વોર્ડ નિર્ધારીત કરવામાં આવ્યા છે. અમે તેની ચૂંટણી માટે તૈયાર છીએ, તેમણે કહ્યુ કે 250 વોર્ડમાંથી 42ને SC માટે રિઝર્વ કરવામાં આવ્યા છે. બીજી તરફ મહિલાઓ માટે 50% બેઠક અનામત છે. 250 વોર્ડ દિલ્હીમાં છે જેમાંથી 42 સીટ એસસી માટે અને આ 42માંથી 21 બેઠક એસસી મહિલાઓ માટે અનામત છે. 104 બેઠક મહિલાઓ માટે અનામત છે.

ચૂંટણી કમિશનરે કહ્યુ કે દિલ્હીમાં 1 જાન્યુઆરી 2022 સુધી 1,46,73,847 વોટર્સ છે. ગત વખતની જેમ આ વખતે પણ EVMથી મતદાન થશે. આજથી જ મૉડલ કોડ ઓફ કંડક્ટ લાગુ થઇ ગયુ છે. રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર પ્રતિબંધ રહેશે. ઉમેદવારના ખર્ચને 5.75 લાખથી વધારીને 8 લાખ રૂપિયા કરવામાં આવ્યો છે.

(6:11 pm IST)