Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

કોંગ્રેસના ધારાસભ્યો પ્રદીપ યાદવ, અનૂપસિંહના આવાસ પર દરોડા

ઝારખંડમાં રાજકીય ઘમાસાણ વચ્ચે મોટા સમાચાર : ઝારખંડમાં પ્રદીપ યાદવ પોડૈયાહાટથી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય છે અનૂપ સિંહ બેરમોથી ધારાસભ્ય છે

રાંચી, તા.૪ : ઝારખંડમાં ચાલુ રાજકીય ઘમાસાણ દરમિયાન એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શુક્રવારે સવારે ઝારખંડ કોંગ્રેસના અમુક ધારાસભ્યોના નિવાસ પર આઈટીના દરોડા પડ્યા છે. મળતી માહિતી પ્રમાણે આઈટીએ કોંગ્રેસ ધારાસભ્ય પ્રદીપ યાદવ અને અનૂપ સિંહના આવાસ પર દરોડા પાડવામાં આવ્યા છે. પ્રદીપ યાદવ પોડૈયાહાટથી ધારાસભ્ય છે અનૂપ સિંહ બેરમોથી ધારાસભ્ય છે. પ્રદીપ યાદવના પંચવટી સ્થિત દરોડા પાડવામાં આવી રહ્યા છે.

ઈક્નમ ટેક્સ વિભાગે ધારાસભ્ય અનૂપ સિંહના ફુસરોના ઢોરી સ્ટાફ ક્વાર્ટર સ્થિત નિવાસ પર દરોડા પાડ્યા છે. શુક્રવારે સવારે કુલ ૮ વાહનો દ્વારા આઈટીની ટીમ અનૂપ સિંહના આવાસે પહોંચી. તે સમયે અનૂપ સિંહ પોતાના આવાસ પર નહોતા. તેઓ બુધવારે જ રાંચી માટે નીકળી ગયા હતા. રાંચી કચેરી ચોક સ્થિત આવાસ પર પણ આઈટીના દરોડા ચાલુ છે. કોલસા વેપારી અજય સિંહના આવાસ પર પણ દરોડા ચાલુ છે.

બેરમો ધારાસભ્ય કુમાર જયમંગલ ઉર્ફે અનૂપ સિંહનુ નામ કોંગ્રેસ ધારાસભ્યોના તાજેતરના કેશ કાંડમાં સામે આવ્યુ હતુ. જોકે, કોંગ્રેસ ધારાસભ્ય ડો. ઈરફાન અંસારી, રાજેશ કચ્છપ અને નમન બિક્સલ કોંગાડીનુ હાવડામાં ૪૯ લાખ રૂપિયા કેશ સાથે પકડાયા બાદ અનૂપ સિંહે રાંચીના અરગોડા સ્ટેશનમાં એફઆઈઆરનોંધાવી હતી. અનૂપ સિંહે આરોપ લગાવ્યો હતો કે ડો. ઈરફાન અંસારીએ તેમને ભાજપના સહયોગથી સરકાર પાડવામાં મદદ કરવાના બદલે ૧૦ કરોડ રૂપિયા રોકડ અને મંત્રીપદની ઓફર આપી હતી. ઘટનામાં કલકત્તા પોલીસે અનૂપ સિંહની પણ પૂછપરછ કરી હતી.

(7:12 pm IST)