Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

નિરજ ચોપરાએ વધેલું વજન ઊતારવા મહેનત કરવી પડી

૨૦૨૦ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો : મેડલ જીત્યા બાદ નીરજ ચોપરાએ એક ભૂલ કરી હતી, જેના કારણે તેઓનું વજન ૧૨થી ૧૪ કિલો વધી ગયું હતું

નવી દિલ્હી, તા.૪ : એથલિટ નીરજ ચોપરાએ જેવલીન થ્રો ઇવેન્ટમાં ભારતને ૨૦૨૦ ઓલિમ્પિકમાં એકમાત્ર ગોલ્ડ મેડલ આપ્યો હતો. ત્યારબાદ તેઓએ ડાયમંડ લીગ અને વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ મેડલજીતીને ભારતીયોને ગર્વ અપાવ્યું હતું. જો કે, ઓલિમ્પિકમાં મેડલ જીત્યા બાદ નીરજ ચોપરાએ એક ભૂલ કરી હતી, જેના કારણે તેઓનું વજન ૧૨થી ૧૪ કિલોગ્રામ વધી ગયું હતું.

ઓલિમ્પિક ૨૦૨૦માં મોડલ જીતવા માટે નીરજ ચોપરા એ ઘણી મહેનત કરી હતી અને અનેક મહિનાઓ સુધી સ્ટ્રિક્ટ ડાયટ ફૉલો કરી રહ્યા હતા. જીત બાદ તેઓએ આરામ કરવા અને જીતને સેલિબ્રિટ કરવા માટે બ્રેક લીધો. આ બ્રેક દરમિયાન જ પોતાના ડાયટને ભૂલીને તેઓએ એવી વસ્તુઓ ખાવાનું શરૂ કરી દીધું હતું. આ અંગે ખુદ નીરજે એક મીડિયા ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો. આ ભૂલના કારણે તેઓને ફરીથી શૅપમાં આવવાની તકલીફ થઇ અને સેલ્ફ કંટ્રોલનો સહારો લેવો પડ્યો.

Olympics.com અનુસાર, બ્રેક બાદ નીરજ ચોપરાએ પાવો નુર્મિ ગેમ્સમાટે જ્યારે ટ્રેનિંગ શરૂ કરી તો તેઓનું શારિરીક વજન ૯૭ કિલોગ્રામ પહોંચી ગયું હતું. બ્રેક દરમિયાન તેઓનું બોડી વેઇટ ૧૨થી ૧૪ કિલોગ્રામ સુધી વધી ગયું હતું. જ્યારે બોડી ફૅટ પણ ૧૬ ટકા સુધી પહોંચી ગયું હતું. જે તેઓના આઇડિયા રેન્જથી અંદાજિત ૬૦ ટકા વધારે હતું. આ સ્થિતિ બાદ નીરજે સેલ્ફ કંટ્રોલ ટેક્નિકથી ફરીથી પોતાની ફિટનેસ પાછી મેળવી.

પાવો નુર્મિ ગેમ્સમાટે વેઇટ લોસ ખૂબ જ જરૂરી હતું આ માટે નીરજ ચોપરાએ ફરીથી શેપમાં આવવા માટે સૌથી પહેલાં શુગરને પોતાના ડાયટમાંથી ઘટાડ્યું. Olympics.com અનુસાર, તેમની ડાયટિશિયન મિહિરા ખોપકરે ૫ અઠવાડિયા સુધી નીરજના ડાયટમાંથી કાર્બોહાઇડ્રેટ્સ ફૂડ ઘટાડી દીધું અને પ્રોટીન ફૂડ્સમાં વધારો કર્યો. ગોલ્ડ મેડલ વિજેતા પ્રોટીન માટે ચિકન, સાલ્મન માછલી, ઇંડા, વેજીટેબલ સલાડ અને પ્રોટીન સપ્લિમેન્ટ્સ લેતા હતા. જ્યારે કાર્બોહાઇડ્રેટ્સ ફૂડ્સમાં માત્ર બટાટાં લેતા હતા.

વજન ઘટાડવા માટે ડાયટની સાથે એક્સરસાઇઝ પણ જરૂરી હતી. વેઇટ લોસ માટે નીરજે પોતાના ફિટનેસ રૂટિનમાં કાર્ડિયો એક્સરસાઇઝ સામેલ કરી. કાર્ડિયોમાં પણ તેઓ રનિંગ પર ખૂબ જ મહેનત કરતા હતા. તેઓના ફિઝિયોથેરાપિસ્ટ ઇશાન મારવાહના અનુસાર, નીરજના વજનની સાથે શરૂઆતમાં દોડવું ખૂબ જ મુશ્કેલ હતું, પરંતુ ધીરે-ધીરે રનિંગ ડિસ્ટન્સ ૫ કિલોમીટર સુધી વધાર્યું. Olympics.com અનુસાર, એથલિટ નીરજ ચોપરાએ વેઇટ ટ્રેનિંગની શરૂઆતના અમુક અઠવાડિયામાં જ ૨ કિલોગ્રામ વજન ઘટાડી દીધું હતું. ત્યારબાદ તેઓ ફરીથી શેપમાં આવી ગયા. નીરજ ચોપરાની વેઇટ લોસ જર્ની તેઓ પહેલાં કરતાં વધારે મજબૂત અને શ્રેષ્ઠ જેવલિન થ્રોઅર બન્યા, એટલું જ નહીં પાવો નુર્મિ ગેમ્સ, ડાયમંડ લિગ, વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપ ૨૦૨૨માં પણ રેકોર્ડતોડ મેડલ મેળવ્યા.

 

 

(7:09 pm IST)