Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

મુંબઈમાં ફરજિયાત મરાઠી સાઈનબોર્ડ્સ માટેના નિયમને સુપ્રીમ કોર્ટમાં પડકાર :નામદાર કોર્ટે છૂટક વિક્રેતાઓ સામે કોઈ જબરદસ્તી કાર્યવાહી નહીં કરવાનો આદેશ આપ્યો

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે આજ શુક્રવારે આદેશ આપ્યો હતો કે મરાઠીમાં દુકાનના સાઈનબોર્ડ ફરજિયાત કરવાના નિયમના અમલના સંબંધમાં મુંબઈમાં રિટેલર્સ એસોસિએશનના સભ્યો સામે કોઈ જબરદસ્તી કાર્યવાહી કરવામાં આવશે નહીં. [ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર એસોસિએશન અને એનઆર વિ. મહારાષ્ટ્ર રાજ્ય અને ઓઆરએસ]

અરજીમાં નિયમ અને બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો જેમાં દલીલ કરવામાં આવી છે કે મુંબઈ કોસ્મોપોલિટન શહેર છે તે બાબતની અવગણના કરવામાં આવી છે.

જસ્ટિસ કેએમ જોસેફ અને હૃષિકેશ રોયની બેન્ચે અરજદારોને તેના સભ્યોની યાદી આપવાનો નિર્દેશ આપ્યો હતો કે જેઓ વચગાળાના રક્ષણ હેઠળ આવરી લેવામાં આવશે.

વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણએ અરજદારો તરફથી હાજર થઈને કોર્ટને જણાવ્યું કે તેઓ એક સપ્તાહની અંદર આમ કરશે.

આ કેસમાં પક્ષકારોને તેમની કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવા માટે સમય આપવામાં આવ્યો હતો.

આ મુદ્દો મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્ર શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ (રોજગાર અને સેવાની શરતોનું નિયમન) નિયમોના નિયમ 35માં સુધારો કરીને દરેક દુકાન માટે મરાઠીમાં સાઈનબોર્ડ (દેવનાગિરી લિપિમાં લખેલા) ફરજિયાત કરવાને લીધે ઉદ્ભવ્યો છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે

(7:27 pm IST)