Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

' આપ'ને મોટો ઝટકો :ઈંદ્રનીલભાઈ રાજ્યગુરુની ફરી કોંગ્રેસમાં ઘર વાપસી: પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની હાજરીમાં ખેસ પહેર્યો

પિતાના સમયથી કોંગ્રેસ વિચારધારા સાથે જોડાયેલ છું : ભાજપની માફક આમ આદમી પાર્ટી પણ લોકોને મૂર્ખ બનાવી રહી છે: ઈંદ્રનીલભાઈ રાજ્યગુરુ

' આપ'ને મોટો ઝટકો લાગ્યો છે,રાજકોટમાં આપના રાષ્ટ્રીય કક્ષાએ સ્થાન ધરાવતા :ઈંદ્રનીલભાઈ રાજ્યગુરુની ફરી કોંગ્રેસમાં ઘર વાપસી થઇ છે, ઈંદ્રનીલભાઈ રાજ્યગુરૂએ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની હાજરીમાં ખેસ પહેર્યો  છે

 કોંગ્રેસમાં જોડાયા બાદ ઈંદ્રનીલભાઈ રાજ્યગુરૂએ આપ અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા, ઈંદ્રનીલભાઈ રાજ્યગુરૂએ કહ્યું હતું કે પિતાના સમયથી કોંગ્રેસ વિચારધારા સાથે જોડાયેલ છું તેમણે વધુમાં એમ પણ કહ્યું હતું કે ભાજપની માફક આમ આદમી પાર્ટી પણ લોકોને મૂર્ખ બનાવી રહી છે

 

(8:22 pm IST)