Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

પત્ની પતિ સિવાય અન્ય કોઈ વ્યક્તિને મળે અને તેની સાથે ફરવા જાય તે બાબત વ્યભિચાર નથી :મધ્યપ્રદેશ હાઈકોર્ટે છૂટાછેડાની માંગ કરતી પતિની અરજી ફગાવી

જબલપુર : મધ્ય પ્રદેશ હાઈકોર્ટે તાજેતરમાં કહ્યું છે કે પત્ની પતિ સિવાય અન્ય કોઈ વ્યક્તિને મળે અને તેની સાથે ફરવા જાય તે બાબત વ્યભિચાર નથી .

જસ્ટિસ વિવેક રૂસ અને જસ્ટિસ અમર નાથ (કેશરવાની) ની બેન્ચે ક્રૂરતા અને વ્યભિચારના આધારે પતિ દ્વારા હિંદુ લગ્ન અધિનિયમની કલમ 13(1)(1)(1A) હેઠળ છૂટાછેડા મેળવવાની અરજી નામંજૂર કરી હતી. જેને હાઇકોર્ટે સમર્થન આપ્યું હતું.

કોર્ટે ટિપ્પણી કરી હતી કે "તે એક સ્થાપિત કાયદો છે કે પતિ સિવાયના પુરૂષને મળવાથી કે તેની સાથે ફરવા જવાથી વ્યભિચાર થતો નથી. તે સ્થાપિત કરવા માટે પ્રત્યક્ષ પુરાવા હોવા જોઈએ કે તેણીએ તેના સિવાય અન્ય કોઈ પુરુષ સાથે સમાધાન અથવા સંભોગ કર્યો છે.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(8:24 pm IST)