Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

ઓસ્ટ્રેલિયા સામે પરાજય બાદ અફઘાનિસ્તાની ટીમમાં બબાલ :મોહમ્મદ નબીએ કેપ્ટન્સી છોડી

મોહમ્મદ નબીએ ટ્વીટર પર લખ્યું, પરિણામો અમારી અપેક્ષાઓ પ્રમાણે નહોતા. અમે મેચોના પરિણામોથી ખૂબ જ નિરાશ છીએ: છેલ્લા એક વર્ષથી અમારી ટીમની તૈયારી એવી ન હતી જે રીતે કોઈ કેપ્ટન કોઈ મોટી ટૂર્નામેન્ટ માટે ઈચ્છે છે

મુંબઈ :ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડકપ રમાઈ રહ્યો છે જેમાં આજે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં અફઘાનિસ્તાનનો પરાજય થયો છે જેના પગલે ટીમ સેમીફાઈનલમાં રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. આ સ્થિતિ વચ્ચે અફઘાનિસ્તાન ટીમના કેપ્ટન મોહમ્મદ નબીએ ટી-20 ટીમની કેપ્ટન્સી પણ છોડી દીધી છે આ અંગેની જાણકારી ખુદ નબીએ ટ્વિટર પર જણાવી છે

  મોહમ્મદ નબીએ લખ્યું, 'અમારી ટી-20 વર્લ્ડ કપની સફર સમાપ્ત થવાના આરે છે. પરિણામો અમારી અપેક્ષાઓ પ્રમાણે નહોતા. અમે મેચોના પરિણામોથી ખૂબ જ નિરાશ છીએ. છેલ્લા એક વર્ષથી અમારી ટીમની તૈયારી એવી ન હતી જે રીતે કોઈ કેપ્ટન કોઈ મોટી ટૂર્નામેન્ટ માટે ઈચ્છે છે. 

નબીએ આગળ લખ્યું, 'છેલ્લા કેટલાક પ્રવાસોમાં પણ ટીમ મેનેજમેન્ટ, પસંદગીકારો અને હું એ જ વિચાર સાથે આગળ વધી રહ્યા ન હતા જેની અસર ટીમના સંતુલન પર પડી હતી. એટલા માટે હું સુકાની પદ પરથી રાજીનામું જાહેર કરું છું અને જોકે, રમવાનું જારી રાખીશ. હું દિલથી બધાનો આભાર માનું છું, જેઓ વરસાદ હોવા છતાં મેદાનમાં આવ્યા અને સમગ્ર વિશ્વમાં અમને સમર્થન આપ્યું.

(10:10 pm IST)