Gujarati News

Gujarati News

News of Friday, 4th November 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

ગાંધીનગર દક્ષિણથી હિમાંશુ પટેલ, અંજારથી રમેશ ડાંગર, ઘાટલોડિયાથી અમીબેન યાજ્ઞિક, ખેરાલુ થી મુકેશ દેસાઈ, એલીસબ્રીજથી ભીખુભાઈ દવે, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, પાલ્ડીથી જયશ્રી પટેલ, રાજકોટ દક્ષિણથી હિતેશ વોરા, રાજકોટ ગ્રામ્ય થી સુરેશ બથવાર, અમરાઈવાડીથી ધર્મેન્દ્ર પટેલ, જસદણથી ભોળાભાઈ ગોહિલ, ઇડરથી રામાભાઈ સોલંકી, જામનગર ઉત્તરથી બીપેન્દ્રસિંહ જાડેજા, કુતિયાણાનાથી નાથાભાઈ ઓડેદરા, માણાવદર થી અરવિંદભાઈ લાડાની, મહુવાથી કનુભાઈ કલસરિયા, નડિયાદ થી ધ્રુવલ પટેલ, મોરવાહડફથી સ્નેહલતાબેન ખાંટ

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સામે કોંગ્રેસે  અમીબેન યાજ્ઞિકને મેદાનમાં ઉતાર્યા:રાજકોટ દક્ષિણમાંથી હિતેશ વોરા અને રાજકોટ ગ્રામ્યમાં સુરેશભાઈ બથવારને ટિકિટ : પોરબંદરથી અર્જુનભાઈ મોઢવાડીયા,જસદણ બેઠક પરથી ભોળાભાઈ ગોહિલ,સયાજીગંજમાંથી અમીબેન રાવત ઉમેદવારી કરશે : દિલ્હીમાં મંથન કરાયા બાદ યાદી જાહેર કરાઇ: જુઓ કોને ક્યાં મળી ટિકિટ

અમદાવાદ :ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે ગુજરાત કોંગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે જેમાં રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિકનું નામ પણ સામેલ છે. દિલ્હીમાં મંથન કરાયા બાદ યાદી જાહેર કરાઇ છે

   કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદીમાં ઘાટલોડિયા બેઠક પર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સામે કોંગ્રેસે  અમીબેન યાજ્ઞિકને મેદાનમાં ઉતાર્યા છે, રાજકોટ દક્ષિણમાંથી હિતેશ વોરા અને રાજકોટ ગ્રામ્યમાં સુરેશભાઈ બથવારને ટિકિટ આપી ,છે

 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે  જેમાં ડીસાથી સંજય રબારીને ટિકિટ આપી છે, અંજારમાં રમેશ ડાંગર, ગાંધીધામથી ભરત સોલંકી,ખેરાલુથી મુકેશ દેસાઈ,કડીમાં પ્રવિણ પરમાર,હિંમતનગરમાં કમલેશ પટેલ,ઈડરમાં રમેશ સોલંકી,ગાંધીનગર દક્ષિણથી હિમાંશુ પટેલ,ઘાટલોડિયાથી અમીબહેન યાજ્ઞિક,એલિસબ્રિજથી ભિખુ દવે,અમરાઈવાડીથી ધર્મેન્દ્ર પટેલ,દસક્રોઈથી ઉમેદી બુધાજી ઝાલા,રાજકોટ દક્ષિણથી હિતેશ વોરા,રાજકોટ ગ્રામ્યથી સુરેશ બથવાર,જસદણથી ભોળાભાઈ ગોહિલ,જામનગર ઉત્તરથી બિપેન્દ્રસિંહ જાડેજા,પોરબંદરથી અર્જુન મોઢવાડિયા,
કુતિયાણાથી નાથા ઓડેદરા,માણાવદરથી અરવિંદ લાડાણી,મહુવાથી કનુ કળસરીયા,નડિયાદથી ધ્રુવલ પટેલ,મોરવા હડફથી સ્નેહલતા ખાંટ,ફતેપુરાથી રઘુ મારચ,ઝાલોદથી મિતેશ ગરાસિયા,લીમખેડાથી રમેશ ગુંડીયા,સંખેડાથી ભીલ ધીરુભાઈ અને સયાજીગંજથી અમીબેન રાવતને ટિકિટ આપી છે

   જયારે પોરબંદરથી કોંગ્રેસના દિગજ્જ નેતા અર્જુનભાઈ મોઢવાડીયા ચૂંટણીજંગમાં જંપલાવશે અને જસદણ બેઠક પરથી ભોળાભાઈ ગોહિલ,સયાજીગંજમાંથી અમીબેન રાવત ઉમેદવારી કરશે :

 ગુજરાત વિધાનસભાની ચૂંટણી કમાતે દિલ્હીમાં મંથન કરાયા બાદ યાદી જાહેર કરાઇ છે 

 

(11:23 pm IST)