Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

સૂર્ય તરફ આગળ વધી રહ્યો છે અત્યાર સુધીનો વિશાળ ધૂમકેતુ : 2031 માં પૃથ્વી પરથી દેખાશે

ધૂમકેતુનું કદ 100 થી 370 કિલોમીટર: આવતા 10 વર્ષમાં સૌરમંડળમાં પ્રવેશ કરશે

નવી દિલ્હી :ખગોળશાસ્ત્રીઓએ સૌરમંડળની ધાર પર કંઈક અજુગતું જોયું છે.વિશાલ ધૂમકેતુ પૃથ્વી તરફ આવી રહ્યો છે.તે શું છે તેના પર હમણાં અભ્યાસ કરવામાં આવી રહ્યો છે કારણ કે તે તાજેતરમાં જ મળી આવેલો મહાકાય પદાર્થ છે.આ મોટા ધૂમકેતુ ને 2014-2018ની વચ્ચે ડાર્ક એનર્જી સર્વેના ડેટાની મદદથી શોધવામાં છે. આ મોટા ધૂમકેતુને 2014 UN 271 નામ આપવામાં આવ્યું છે.

અત્યાર સુધીના સંશોધન પ્રમાણે આ ધૂમકેતુનું કદ 100 થી 370 કિલોમીટર જેટલું હોવાનો અંદાજ છે. તેની ભ્રમણકક્ષા પણ તેની એક વિશેષતા છે. સૌરમંડળનું એક ચક્કર કાપવામાં આને એક બે વર્ષ નહિ પણ 6.12 લાખ વર્ષ લાગે છે.

અગાઉ જયારે વખતે તે સૂર્યની અત્યંત નજીક આવ્યો હતો ત્યારે પૃથ્વી પર મનુષ્યનું અસ્તિત્વ નહોતું. હવે જયારે તે સૂર્યની ખુબ નજીક આવશે ત્યારે પૃથ્વી પર મનુષ્ય અસ્તિત્વ હશે કે નહીં તેના વિશે કંઇ કહી શકાય નહીં.

ખગોળશાસ્ત્રીઓએ કરેલા વિશ્લેષણ અનુસાર આ મહાકાય ધૂમકેતુ (Massive comet) પૃથ્વીની નજીક આવે છે અને પછી Oort cloud એટલે કે સૂર્યમંડળની આસપાસ ફેલાયેલ ગેસ અને ધૂળ વાળા ક્ષેત્રમાં ચાલ્યો જાય છે.

અત્યારે આ વિશાળ ધૂમકેતુ 2014 UN271 સૂર્યથી 22 ખગોળીય એકમોના અંતર જેટલો દુર છે.તે પૃથ્વીથી સૂર્યનું જેટલું અંતર થાય તેના 22 ગણા અંતરે છે. જો કે, છેલ્લા સાત વર્ષોમાં તે દર વર્ષે એક ખગોળીય એકમનું અંતર કાપી રહ્યો છે.

આ ધૂમકેતુ હાલમાં નેપ્ચ્યુનની ભ્રમણકક્ષામાં છે. આવતા 10 વર્ષમાં આપણા સૌરમંડળમાં પ્રવેશ કરશે. આ સમય દરમિયાન તેના પરનો મોટાભાગનો બરફ સૂર્યની કિરણોને કારણે ઓગળી જશે. જેના કારણે તે વધારે તેજસ્વી દેખાશે. પૃથ્વી પરથી આપણે તેને 200 કરોડ કિમીથી જોઈ શકીશું.

એસ્ટરોઇડની જેમ ધૂમકેતુઓ પણ સૂર્યની પરિક્રમા કરે છે, પરંતુ તે ખડકાળ નથી હોતા, પણ ધૂળ અને બરફથી બનેલા હોય છે. જ્યારે આ ધૂમકેતુઓ સૂર્ય તરફ આગળ વધે છે, ત્યારે તેમનો બરફ અને ધૂળ બાષ્પમાં ફેરવાય છે, જે આપણને પૂંછડી જેવું લાગે છે. ખાસ વાત એ છે કે પૃથ્વી પરથી દેખાતો ધૂમકેતુ ખરેખર આપણાથી ખૂબ જ દૂર હોય છે.

(12:00 am IST)