Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

મીડિયા ક્ષેત્રે પણ અદાણી ગ્રુપના દબદબામાં વધારો : પ્રણવ અદાણીની સૌરાષ્ટ્ર ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે નિમણુક

ફુલછાબ,કચ્છમિત્ર જેવા અખબારનું સંચાલન કરે છે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ:ગૌતમ અદાણીના ભત્રીજા છે પ્રણવ અદાણી :સૌરાષ્ટ્ર ટ્રસ્ટના અધ્યક્ષ દામજીભાઇ એન્કરવાલાએ આપ્યો આવકાર

મીડિયા ક્ષેત્રે અદાણી ગ્રુપના દબદબામાં વધારો થયો છે, પ્રણવ અદાણીની સૌરાષ્ટ્ર ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે નિમણુક કરાઈ છે,  પ્રણવ અદાણી એ ગૌતમ અદાણીના ભત્રીજા છે ,જન્મભૂમિ પત્રોનું સંચાલન કરતા સૌરાષ્ટ્ર ટ્રસ્ટ એ  ફુલછાબ,કચ્છમિત્ર જેવા અખબારનું સંચાલન કરે છે
પ્રણવ અદાણી સૌરાષ્ટ્ર ટ્ર્સ્ટમાં ટ્ર્સ્ટી તરીકે જોડાતા સૌરાષ્ટ્ર ટ્રસ્ટને મળશે નવી ઉર્જા મળશે 
સૌરાષ્ટ્ર ટ્રસ્ટના અધ્યક્ષ દામજીભાઇ એન્કરવાલાએ પ્રણવ અદાણીને આવકાર આપ્યો હતો

   અદાણી ગ્રુપના પ્રણવભાઈ અદાણી સૌરાષ્ટ્ર ટ્રસ્ટના બોર્ડ અૉફ ટ્રસ્ટીઝમાં ટ્રસ્ટી તરીકે જોડાયા છે ટ્રસ્ટી બોર્ડની બેઠકમાં અધ્યક્ષ દામજીભાઈ ઍન્કરવાલાએ પ્રણવભાઈને સહર્ષ આવકાર આપતાં કહ્યું હતું કે, ગૌતમભાઈ અદાણીની ષષ્ઠીપૂર્તિ અને તેમના પિતાશ્રીની જન્મશતાબ્દી અવસરે રૂા. સાઠ હજાર કરોડની સખાવતની જાહેરાત કરી છે. હવે પ્રણવભાઈના જ્ઞાન અને અનુભવનો લાભ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ અને જન્મભૂમિ પત્રોને મળશે.

  દામજીભાઈએ વધુમાં ઉમેર્યું કે, મેં ગૌતમભાઈને આમંત્રણ આપ્યું ત્યારે એમણે સહર્ષ સ્વીકાર કર્યો અને પરિવારના પ્રણવભાઈએ આ માટે સંમતિ આપી.' 
આ પ્રસંગે આનંદ વ્યક્ત કરતાં પ્રણવભાઈએ કહ્યું કે, સૌરાષ્ટ્ર ટ્રસ્ટ જેવી સેવાભાવી સંસ્થા અને રાષ્ટ્રભાવનાને સમર્પિત જન્મભૂમિ પત્રો સાથે જોડાવાનો વિશેષાધિકાર અને માન મને મળ્યું એ બદલ હું આપ સૌનો આભાર માનું છું. સ્વાસ્થ્ય, શિક્ષણ અને સ્કિલ-કૌશલ્ય વિકાસના ઉત્કર્ષની યોજનાઓ આત્મનિર્ભર ભારતમાં અદાણી જૂથનું યોગદાન હશે.'  
આજની બેઠકમાં હાજર ટ્રસ્ટી મંડળના સભ્યોએ શ્રી પ્રણવભાઈનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું. 

(6:28 pm IST)