Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

જુનાગઢ પ્રાસલી સ્થિત બડોદરી નદીમાં ખેડૂત ટ્રેક્ટર સાથે પાણીના પ્રવાહમાં તણાયો, નાનો પુલ ટ્રેકટર સાથે પસાર કરતા સમયે બની ઘટના, ખેડૂતે ટ્રેક્ટર ડુબ્યુ તેની પહેલાજ છલાંગ લગાવી લોકો એ ખેડુત ને સહી સલામત બચાવ્યો, મીની ટ્રેક્ટર પાણીમાં ડૂબ્યુ.

ગીરસોમનાથ જિલ્લામાં મોડી રાતથી વરસાદ યથાવત, કોડીનાર, સૂત્રાપાડામાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી, સુત્રાપાડા, કોડીનાર, વેરાવળમાં ધોધમાર વરસાદ, બે કલાક દરમિયાન સુત્રાપાડામાં 4 ઇંચ વરસાદ, વેરાવળમાં 3 ઇંચ અને કોડીનારમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો.

પોરબંદર રાણીબાગ વિસ્તાર નજીક છાંયા નગરપાલિકાની ગંભીર બેદરકારી, ગટરના 7 ફુટ ખાડામાં રાહદારી ખાબક્યો, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ કામગીરી દરમ્યાન રાહદારી ઊંડા ખાડામાં ખાબક્યો, બેરીગેટ ન લગાવ્યા હોવાના કારણે બની દૂર્ઘટના.

રાજકોટ મોરબી હાઇવે ઉપર આવેલ ટંકારામાં આજે બપોર પછી મેધરાજાની સટાસટી, પંથકમાં બે ઈચ સુધીનો વરસાદ ખાબક્યો. (જયેશ ભટાસણા, ટંકારા)