Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

હવે ખાદ્ય તેલનાં ભાવ ઘટશે : મોદી સરકારે પ્રતિ લિટર 10 રૂપિયા ભાવ ઘટાડવા આદેશ

ભાવ ઘટાડવા માટે કંપનીઓને એક અઠવાડિયાનો સમય પણ આપવામાં આવ્યો

નવી દિલ્હી : દેશમાં વધતી મોંઘવારી પર કાબુ કરવા અને આસામાન આંબી રહેલી મોંઘવારીને જમીન પર સ્થિર કરવા મોદી સરકાર એક પછી પગલાં ભરી રહી છે.

પેટ્રોલ-ડીઝલ, સિમેન્ટ, સ્ટીલના ભાવ ઘટાડા બાદ હવે સરકાર ખાદ્ય તેલની કિંમતોને કાબુમાં લેવાના પગલાં ભરવાનું શરુ કર્યાં છે. ત્યારે હવે સરકારે એક મોટો નિર્ણય લીધો છે.

ફૂડ સેક્રેટરી સુધાંશુ પાંડેએ સામાન્ય નાગરિકો માટે સારા સમાચાર આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ખાદ્ય તેલનાં ભાવમાં એક અઠવાડિયાની અંદર ઘટાડો થશે. આ માટે ખાદ્ય તેલની કંપનીઓને આદેશ આપવામાં આવ્યા છે. 

ભાવ ઘટાડવા માટે કંપનીઓને એક અઠવાડિયાનો સમય પણ આપવામાં આવ્યો હોવાનું ફૂડ સેક્રેટરી સુધાંશુ પાંડેએ જણાવ્યું હતું. 

આ ઉપરાંત તેલનાં ભાવ દેશભરમાં એકસરખા રાખવામાં આવે તેવો આદેશ પણ આપવામાં આવ્યો છે. જેનાં કારણે અવ્યવસ્થા ન સર્જાય અને અમુક વિસ્તારોમાં કાળાબજાર જેવી સ્થિતિ ઊભી ન થાય. 

(8:04 pm IST)