Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

એકનાથ શિંદે જૂથના નેતા સરવણકરે મનસેના રાજ ઠાકરેને મળતા મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો : અનેક અટકળ

MNSએ ગયા મહિને યોજાયેલી વિધાન પરિષદ અને રાજ્યસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું હતું.

મુંબઈ :શિવસેનાના બળવાખોર ધારાસભ્ય સદા સરવણકર બુધવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. જે બાદ અનેક સવાલો ઉઠવા લાગ્યા કે શું મહારાષ્ટ્રનું રાજકીય ડ્રામા હજુ ખતમ નથી થયા?  જોકે, શિવસેનાના એકનાથ શિંદે જૂથના નેતા સરવણકરે ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા કહ્યું, ‘તેમની સર્જરી થઈ છે, તેથી હું તેમને મળ્યો હતો. અમે નજીકમાં રહીએ છીએ.

સરવણકર મધ્ય મુંબઈના ધારાસભ્ય છે જ્યાં રાજ ઠાકરે રહે છે. રાજ ઠાકરેની પાર્ટી MNS પાસે મહારાષ્ટ્ર વિધાનસભામાં માત્ર એક ધારાસભ્ય છે. MNSએ ગયા મહિને યોજાયેલી વિધાન પરિષદ અને રાજ્યસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું હતું. MNSએ વિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન શિંદેની આગેવાની હેઠળની નવી સરકારની તરફેણમાં મતદાન કર્યું હતું.

 આ દરમિયાન, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાએ બુધવારે સાંસદ ભાવના ગવલીની જગ્યાએ રાજન વિચારેને લોકસભામાં પક્ષના મુખ્ય દંડક તરીકે નિયુક્ત કર્યા. આ માહિતી શિવસેનાના નેતા સંજય રાઉતે આપી હતી.

(8:45 pm IST)