Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

રિલાયન્‍સની વિક્રમી વાર્ષિક સંકલિત આવક રૂા. ૭,૯૨,૭૫૬ કરોડ (૧૦૪.૬ બિલિયન અમેરિકન ડોલર) ૪૭.૦%ની વૃધ્‍ધિ

માર્ચ ૩૧, ૨૦૨૨ના રોજ પૂરા થયેલા વર્ષ/ત્રિમાસિક ગાળા માટેના સંકલિત પરિણામો ઓપરેશનલ બિઝનેસમાં મજબૂત વૃધ્‍ધિ : વિક્રમી વાર્ષિક સંકલિત એબિટડા રૂા. ૧,૨૫,૬૮૭ કરોડ (૧૬.૬ બિલિયન અમેરિકન ડોલર, ૨૮.૮%ની વૃધ્‍ધિ : કરવેરા બાદનો નફો રૂા. ૬૭,૮૪૫ કરોડ (૯.૦ બિલિયન અમેરિકન ડોલર) ૨૬.૨%ની વૃધ્‍ધિ : રીટેલ વ્‍યવસાયની વાર્ષિક આવક રૂા. ૨,૦૦,૦૦૦ કરોડ નજીક : રીટેલ વ્‍યવસાયનો રૂા. ૧૨,૪૨૩ કરોડનો EBITDA ઐતિહાસિક ઊંચાઇએ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૭ : રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીના પરિણામો જોઇએ તો વર્ષ દરમિયાન આવકᅠ૪૭ % વધીને રૂ.ᅠ૭,૯૨,૭૫૬ કરોડ (૧૦૪.૬ બિલિયન અમેરિકી ડોલર), એબિટ્‍ડા (EBITDA) ૨૮.૮ % વધીને રૂ. ૧,૨૫,૬૮૭ᅠકરોડ (૧૬.૬ બિલિયન અમેરિકી ડોલર), ચોખ્‍ખો નફોᅠ૨૬.૨ % વધીને રૂ. ૬૭,૮૪૫ કરોડ (૯.૦ᅠબિલિયન અમેરિકી ડોલર) થયો, રોકડ નફો ૩૮.૮ % વધીને રૂ.ᅠ૧૧૦,૭૭૮ᅠકરોડ (૧૪.૬ᅠબિલિયન અમેરિકી ડોલર) હતો. ઇપીએસ (EPS) રૂ.ᅠ૯૨.૦, ૨૦.૫ % નો વધારો થયો છે.
વર્ષ દરમિયાન આવક ૧૭.૧ % વધીને રૂ. ૯૫,૮૦૪ કરોડ (૧૨.૬ બિલિયન અમેરિકી ડોલર), વર્ષ દરમિયાનᅠEBITDAᅠ૨૦.૯ % વધીને રૂ.ᅠ૩૯,૧૧૨ કરોડ (૫.૨ બિલિયન અમેરિકી ડોલર), વર્ષ દરમિયાન ચોખ્‍ખો નફો ૨૩.૬%ની વૃધ્‍ધિ સાથે રૂ. ૧૫,૪૮૭ કરોડ (૨.૦ બિલિયન અમેરિકી ડોલર), વર્ષ દરમિયાન રોકડ નફોᅠ૨૧.૬ᅠ% વધીને રૂ.ᅠ૩૪,૬૩૯ᅠકરોડ (઼૪.૬ બિલિયન અમેરિકી ડોલર), વર્ષ દરમિયાન કુલ ડેટા ટ્રાફિકᅠ૯૧.૪ બિલિયન જી.બી. (૪૬.૩ %ની વૃધ્‍ધિ) થયો છે. ᅠᅠ
વર્ષ દરમિયાન આવક રૂ.ᅠ૧,૯૯,૭૦૪ કરોડ (૨૬.૩ᅠબિલિયન અમેરિકન ડોલર) રહી,ᅠજેᅠ૨૬.૭ % વધારો દર્શાવે છે, વર્ષ દરમિયાનᅠEBITDAᅠરૂ. ૧૨,૩૮૧ᅠકરોડ (૧.૬ᅠબિલિયન અમેરિકન ડોલર) રહી,ᅠજેᅠ૨૬.૫ % વધારો દર્શાવે છે. વર્ષ દરમિયાન ચોખ્‍ખો નફો રૂ. ૭,૦૫૫ કરોડ (૯૩૧ᅠમિલિયન અમેરિકન ડોલર) રહ્યો,ᅠજેᅠ૨૮.૭ % વધારો દર્શાવે છે.ᅠᅠવર્ષ દરમિયાન રોકડ નફો રૂ. ૯,૮૪૮ કરોડ (૧.૩ᅠબિલિયન અમેરિકન ડોલર) રહ્યો,ᅠજેᅠ૩૨.૧ % વધારો દર્શાવે છે.
પરિણામો અંગે ટીપ્‍પણી કરતાં રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્‍ટર શ્રી મૂકેશ ડી. અંબાણીએ જણાવ્‍યું હતું કે, હાલમાં ચાલી રહેલી રોગચાળાની સ્‍થિતિ અને ભૂ-રાજકીય અનિヘતિતા છતાં પણ રિલાયન્‍સે નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ખૂબ જ મજબૂત પ્રદર્શન કર્યું છે. અમારા ડિજીટલ સર્વિસીસ અને રીટેલ સેગમેન્‍ટમાં મજબૂત વૃધ્‍ધિ અંગે જણાવતાં હું પ્રસન્નતા અનુભવું છું. અમારા O2C વ્‍યવસાયે મજબૂત પ્રતિરોધકતા પૂરવાર કરી છે અને એનર્જી માર્કેટ્‍સમાં ઘણાં ઉતાર-ચઢાવ છતાં પણ મજબૂત રીકવરી દર્શાવી છે.
અમારા રીટેલ વ્‍યવસાયે ૧૫,૦૦૦ સ્‍ટોર્સનું સિમાચિહ્ન પાર કર્યું છે. જિયો ફાઇબર લોન્‍ચના માત્ર બે વર્ષમાં હવે સૌથી મોટી બ્રોડબેન્‍ડ પ્રોવાઇડર બની ગઈ છે. ઓઇલ અને ગેસ વ્‍યવસાયો હવે સ્‍થાનિક ગેસ ઉત્‍પાદનમાં ૨૦ %નો ફાળો આપે છે.
અમારી કંપની ન્‍યૂ એનર્જી અને ન્‍યૂ મટીરીયલ બિઝનેસમાં ઘણી પ્રગતિ કરી રહી છે તે અંગે હું ખાસ પ્રસન્નતા વ્‍યક્‍ત કરું છું. જામનગરમાં ૫,૦૦૦ એકરમાં ન્‍યૂ એનર્જી ગીગા ફોક્‍ટરી કોમ્‍પ્‍લેક્‍સ વિકસાવવા આગળ વધી રહ્યા છીએ. અને મજબૂત વૈશ્વિક ભાગીદારી સાથે, મને વિશ્વાસ છે કે રિલાયન્‍સ ભારત માટે સાતત્‍યપૂર્ણ અને પોષણક્ષમ ન્‍યૂ એનર્જી સોલ્‍યુશન્‍સ તૈયાર કરશે જે ભારતની વધતી જતી ઊર્જા માગને પૂરી કરવાની સાથે સુનિヘતિ કરશે કે આપણે ૨૦૩૫ સુધીમાં નેટ કાર્બન ઝીસો થવાના આપણાં મહત્‍વાકાંક્ષી લક્ષ્યને પ્રાપ્ત કરી શકીએ.

 

(11:17 am IST)