Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

યુપીમાં આપઘાતના બનાવો રોકવા ખાસ કમીટીની રચનાઃ જીવન જીવવા પ્રેરીત કરશે

 

લખનૌ તા. ૭: યુપીની યોગી સરકારે આત્‍મહત્‍યાને રોકવા માટે વિશેષ અભિયાન ચલાવવા જઇ રહી છે સરકારે માનસિક સ્‍વાસ્‍થ્‍ય સંસ્‍થાન આગ્રાના ડાયરેકટરની અધ્‍યક્ષતામાં પાંચ લોકોની કમિટી બનાવી છે.

ખાસ કરીને યુવા વર્ગ વચ્‍ચે વધતી આપઘાતની માનસીકતાને હેલ્‍પલાઇન દ્વારા રોકવાની સાથે તેમને જીવન જીવવા પ્રેરિત કરાશે. ચિકિત્‍સા અને સ્‍વાસ્‍થ્‍ય વિભાગના નિર્દેશ ઉપર પાયલોટ પ્રોજેકટ રૂપમાં આગ્રાથી આની શરૂઆત કરવામાં આવી છે. સરકારનું માનવું છે કે અભિયાનથી આપઘાતની સંખ્‍યામાં ઘટાડો આવશે.

એનસીઆરબીના આંકડાઓ મુજબ કાનપુરમાં આત્‍મહત્‍યાના સૌથી વધુ મામલાઓ નોંધાયા છે. અહીં આત્‍મહત્‍યા કરનારની સંખ્‍યા ૪૧૭ હતી. બીજા નંબરે લખનૌમાં ૩૮૩ તથા આગ્રામાં ૧૧પ લોકોએ આત્‍મહત્‍યા કરી હતી. પોલીસ રેકોર્ડ મુજબ પાંચ વર્ષમાં દેશમાં આત્‍મહત્‍યા વધી છે. વર્ષ ર૦૧૯માં ૧,૩૯,૧ર૩ની સરખામણીએ ર૦ર૦માં ૧,પ૩,૦પર લોકોએ આયખુ ટુકાવ્‍યું હતું

(4:27 pm IST)