Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

બીજેપીને આનાથી વધારે શું સાબિતી જોઈએ?:કર્ણાટકમાં 2500 કરોડમાંમુખ્યમંત્રીપદની ઓફર : ભાજપ ધારાસભ્યના દાવો :કોંગ્રેસનો પલટવાર

કોંગ્રેસ નેતા શિવકુમારે કહ્યું કે યતનાલ પૂર્વ મંત્રી છે જેથી તેમના નિવેદનને નજરઅંદાજ કરવું જોઈએ નહીં. તેને ગંભીરતાથી લઇને કેસ નોંધવો જોઈએ. કોંગ્રેસ આ મામલે તપાસની માંગણી કરે છે. આ એક રાષ્ટ્રીય મુદ્દો છે. તેના પર દેશમાં ચર્ચા થવી જોઈએ.

 
બેલગાવી : કર્ણાટકમાં 2500 કરોડ રૂપિયામાં મુખ્યમંત્રી બનવાની ઓફર મળવાના બીજેપી ધારાસભ્યના દાવા પર કોંગ્રેસે ફરી પ્રહાર કર્યો છે. બીજેપીના ધારાસભ્ય બાસનગૌડા પાટિલ યતનાલે હાલમાં જ દાવો કર્યો હતો કે કેટલાક લોકોએ તેમનો સંપર્ક કરીને કહ્યું હતું તે જો 2500 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરી લે તો તેમને કર્ણાટકના મુખ્યમંત્રી બનાવી શકાય છે. આ પછી તપાસની માંગણી કરી રહેલ કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારે કહ્યું કે બીજેપીને આનાથી વધારે શું સાબિતી જોઈએ.

ANI ના મતે કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું કે જ્યારે બાસનગૌડા પાટિલ યતનાલ પાસે બધુ ઉપલબ્ધ છે તો બીજેપીને શું સાબિતી જોઈએ? અમે કોઇનું રાજીનામું માંગતા નથી પણ ભાજપાએ પૂછવું જોઈએ કે કોને તેમને 2500 કરોડના બદલે સીએમ પદની ઓફર કરી છે. આ પહેલા શિવકુમારે કહ્યું કે યતનાલ પૂર્વ મંત્રી છે જેથી તેમના નિવેદનને નજરઅંદાજ કરવું જોઈએ નહીં. તેને ગંભીરતાથી લઇને કેસ નોંધવો જોઈએ. કોંગ્રેસ આ મામલે તપાસની માંગણી કરે છે. આ એક રાષ્ટ્રીય મુદ્દો છે. તેના પર દેશમાં ચર્ચા થવી જોઈએ.

ભાજપાના ધારાસભ્ય બાસનગૌડા પાટિલ યતનાલે ગુરુવારે પાર્ટીના એક કાર્યક્રમમાં નેતાઓને ચેતવણી આપતા કહ્યું હતું કે રાજનીતિમાં એક વાત સમજી લો. તમને રાજકારણમાં ઘણા એવા ચોર મળશે જે તમારો સંપર્ક કરશે અને કહેશે કે તમને ટિકિટ અપાવી દઇશું. તમને દિલ્હી લઇ જઇશું. સોનિયા ગાંધી સાથે મુલાકાત કરાવવાની વાત કરશે. જેપી નડ્ડા સાથે મુલાકાત કરાવવાની વાત કરશે. આવા લોકો મારા જેવા સાથે પણ આ બધું કરી ચૂક્યા છે. કેટલાક લોકો દિલ્હીથી મારી પાસે આવ્યા હતા. દાવો કરી રહ્યા હતા કે મને મુખ્યમંત્રી બનાવી દેશે બસ 2500 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવાની છે.

વિજયપુરાથી ધારાસભ્ય યતનાલે બેલગાવીમાં કહ્યું કે હું એવો વ્યક્તિ છું જે વાજપેયી સરકારમાં અડવાણી, રાજનાથ સિંહ, અરુણ જેટલી સાથે કામ કરી ચૂક્યો છે. મેં આ ઓફર આપનારને પૂછ્યું હતું કે તમને લોકોને ખબર છે 2500 કરોડ કેટલા થાય છે. શું કોઇ આટલા પૈસા પોતાની પાસે રાખે? આવા ઘણા લોકો ફરે છે જેથી વધારે સાવધાન રહેવાની જરૂર છે. તમને જણાવી દઈએ કે આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલવાની અટકળોએ જોર પકડ્યું છે.

 

(7:00 pm IST)