Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

વિશ્વ માટે ખતરો બની રહ્યું છે ઉત્તર કોરિયા: એક અઠવાડિયામાં બીજી વાર કર્યું મિસાઈલ પરીક્ષણ

ઉત્તર કોરિયાએ આ મિસાઈલ દ્વારા જાપાનના સમુદ્રમાં એક અજાણ્યા ટાર્ગેટને નિશાન બનાવ્યું : ઉત્તર કોરિયાએ ચાર દિવસમાં બીજી વખત મિસાઈલ પરીક્ષણ કર્યું

નવી દિલ્હી :એક તરફ રશિયા-યુક્રેનના યુદ્ધથી સમગ્ર દુનિયા પરેશાન છે તો બીજી તરફ ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉન પોતાની હરકતોથી લોકોની મુશ્કેલીઓ વધારી રહ્યા છે. કિમ પોતાની તાકાત બતાવવાના ચક્કરમાં રોજેરોજ દુનિયાની ચિંતા વધારી રહ્યા છે.. ઉત્તર કોરિયાએ ફરીએકવાર મિસાઈલ પરીક્ષણ કર્યું છે જેની જાણકારી દક્ષિણ કોરિયાએ આપી હતી

દક્ષિણ કોરિયાએ જણાવ્યું કે ઉત્તર કોરિયાએ આ મિસાઈલ દ્વારા જાપાનના સમુદ્રમાં એક અજાણ્યા ટાર્ગેટને નિશાન બનાવવામાં આવ્યું.. ઉત્તર કોરિયાએ ચાર દિવસમાં બીજી વખત મિસાઈલ પરીક્ષણ કર્યું.. ઉત્તર કોરિયા પ્રતિબંધો અને ચેતવણીઓ છતાં પરમાણુ હથિયાર કાર્યક્રમની દિશામાં સતત આગળ વધી રહ્યું છે. કિમ જોંગ ઉને થોડા દિવસો પહેલા જ કહ્યું હતુ કે કોઈ પણ દેશની ઉશ્કેરણી પર તેમનો દેશ પહેલા પરમાણુ હથિયારનો ઉપયોગ કરવાથી ખચકાશે નહીં

નોંધનીય છે કે, રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું તેને બે મહિના કરતા વધુ સમય થઈ ગયો છે તેમ છતાં પણ યુદ્ધનું કોઈ પરિણામ આવ્યું નથી. જેની સીધી અસર અન્ય ભારત સહિત દેશો પર પડી રહી છે.

   
 
   
(9:55 pm IST)