Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

લખનૌએ કોલકાતાને મોટા અંતરથી હરાવ્યું :કોલકતાને માત્ર 101 રન પર જ સમેટ્યુ :75 રનથી શાનદાર વિજય

આ જીત સાથે જ લખનૌની દાવેદારી હવે પ્લેઓફ માટે મજબૂત

IPL 2022 ની 53 મી મેચ પુણેમાં લખનૌ પર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. જેમાં લખનૌએ કોલકાતાને મોટા અંતરથી હરાવી દીધુ છે. કોલકાતાની ઈનીંગ માત્ર 101 રન પર જ સમેટી લઈને લખનૌએ 75 રનથી જીત મેળવી છે. કોલકાતાએ લખનૌએ આપેલા 177 રનના લક્ષ્યનો પિછો કરવા માટે પ્રયાસ શરુ કર્યો હતો પરંતુ 101 રન પર જ 14.3 ઓવરમાં તેની ઈનીંગ સમેટાઈ ગઈ હતી. કોલકાતાએ ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ પસંદ કરી રન ચેઝ કરવાની યોજના બનાવી હતી.

લખનઉ સુપર જાયન્ટ્સે કોલકાતાને 75 રને હરાવીને મોટી જીત મેળવી છે. લખનઉએ પહેલા બેટિંગ કરતા 176 રનનો સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં કોલકાતાની ટીમ માત્ર 101 રન પર ઓલઆઉટ થઇ ગઇ.

કોલકાતા નાઇટ રાઇડર્સની બેટિંગ કેટલી ખરાબ રહી તેનો અંદાજ આ વાતથી લગાવી શકે છે કે ટીમ 15 ઓવર પણ રમી ન શકી. 14.3 ઓવરમાં KKRની આખી ટીમ ઓલઆઉટ થઇ ગઈ. ટીમ તરફથી માત્ર 2 ખેલાડીઓએ જ 10નો આંકડો પાર કર્યો.

કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી આંદ્રે રસેલે 19 બોલમાં 45 રન બનાવ્યા, જેમાં 5 છગ્ગા અને 3 ચોગ્ગા સામેલ હતા. તે સિવાય એરોન ફિંચ(14 રન), સુનીલ નરેન (22 રન) જ કરી શક્યા.

લખનઉની વાત કરીએ તો ટીમને શરુઆતમાં ઝટકો લાગ્યો હતો જ્યારે કેપ્ટન કેએલ રાહુલ ડાયમંડ ડક પર જ આઉટ થઇ ગયા હતા. જોકે, ત્યાર બાદ ક્વિંટન ડિ કૉકે 50 રન, દીપક હુડ્ડાએ 41 રનની ઇનિંગ રમી. લખનઉ માટે છેલી ઓવરમાં માર્ક્સ સ્ટોઇનિસ અને જેસન હોલ્ડરે ધમાલ મચાવી. બન્ને ખેલાડીઓએ 19મી ઓવરમાં 5 છગ્ગા લગાવીને વધુ 30 રન બનાવ્યા.

આ મેચ બાદ જો પોઇન્ટ ટેબલ પર નજર નાખીએ તો લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ નંબર એક પર પહોંચી ગઇ છે. લખનઉના 11 મેચમાં 8 જીત સાથે 16 પોઇન્ટ છે. ત્યારબાદ ગુજરાત ટાઇટન્સની ટીમ બીજા નંબરે છે જેના 8 જીત બાદ 16 પોઇન્ટ છે. ત્યારે, કોલકાતા નાઇટ રાઇડર્સની વાત કરીએ તો 11 મેચમાં 4 જીત સાથે 8 પોઇન્ટ છે. તેવામાં ટીમનું હવે પ્લેઑફમાં પહોંચવું અશક્ય જ છે.

(11:39 pm IST)