Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

મોડીરાત્રે દિલ્હીના હરકેશનગરમાં કપડાના વેરહાઉસમાં આગ ભભૂકી : ફાયર બ્રિગેડની 18 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી

બ ઓખલા ફેઝ 2 ના હરકેશ નગરમાં કપડાનાં ગોડાઉનમાં આગ લાગી :આગ ભોયરામાં અને પહેલા માળે ફેલાઈ:

નવી દિલ્હી :  દિલ્હીના ઓખલા ફેઝ 2 ના હરકેશ નગરમાં મોડી રાત્રે લગભગ 3.45 વાગ્યે કપડાના વેરહાઉસમાં ભીષણ આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની 18 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે માહિતી આપી છે કે હજુ સુધી કોઈ જાનહાનિની જાણ થઈ નથી.

મળતી માહિતી મુજબ ઓખલા ફેઝ 2 ના હરકેશ નગરમાં કપડાના ગોડાઉનમાં આગ લાગી છે. આગ ભોયરામાં અને પહેલા માળે ફેલાઈ હતી. આગ ઓલવવાનું કામ ચાલુ છે. આગ લાગવાનું કારણ પણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહ્યું છે.

દિલ્હી ફાયર સર્વિસના ડિરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું હતું કે ઓખલા ફેઝ -2 ની સંજય કોલોનીમાં આગ અંગે 3.51 વાગ્યે કોલ આવ્યો હતો, ત્યારબાદ 18 ફાયર ટેન્ડરોને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા.

(11:21 am IST)