Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

એક દિવસમાં IMPSથી ૨ લાખને બદલે ૫ લાખ ટ્રાન્સફર થઇ શકશે

રિઝર્વ બેંકે IMPS ટ્રાન્ઝેકશનની લિમિટ વધારી : ઓનલાઇન લેવડ-દેવડ વધુ સરળ બની : અઠવાડિયાના સાતેય દિવસ અને ૨૪ કલાક ગમે ત્યારે IMPS દ્વારા થોડી જ સેકન્ડોમાં પૈસા ટ્રાન્સફર થાય છે

નવી દિલ્હી તા. ૮ : આરબીઆઇએ પણ લોકોને ડિજીટલ લેણ-દેણ કરવાની અપીલ કરી છે. ગવર્નર શકિતકાંત દાસે કહ્યું હતું કે, કોરોના દેશ માટે દરેક રીતે મોટું સંકટ છે અને બચાવ માટે ડિજીટલ લેણ-દેણ જરૂરી છે. લોકો ઘર પર રહીને જ ડિજીટલ લેણ-દેણ કરે તેના માટે ડેબિટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ અને અન્ય મોબાઇલ એપ ઉપયોગ કરી શકાય છે. ડિજીટલ લેણ-દેણ કરો અને સુરક્ષિત રહો. તેને ધ્યાનમાં આજે કેન્દ્રીય બેંકે મોટી ઘોષણા કરી છે. રીઝર્વ બેંકે તાત્કાલિક ચુકવણીની સેવા દ્વારા થતાં લેણદેણની મર્યાદા વધારી દીધી છે. હવે ગ્રાહક આઇએમપીએસ દ્વારા એક દિવસમાં બે લાખના બદલે પાંચ લાખ લેણદેણ કરી શકે છે એટલે કે હવે ઓનલાઇન ફંડ ટ્રાન્સફર કરવું સરળ થશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શકિતકાંત દાસે આઈએમપીએસ સર્વિસને લઈને મોટી જાહેરાત કરી છે. હવે ગ્રાહક એક દિવસમાં ૫ લાખથી વધારેના ટ્રાંજેકસન કરી શકશે. આ અગાઉ આ લિમિટ ૨ લાખ રૂપિયાની હતી. આપને જણાવી દઈએ કે, ભારતમાં ઓનલાઈન બેંકીંગના માધ્યમથી કે પછી કયાંયથી કોઈ પણ જગ્યાએ પૈસા મોકલી શકાય છે. પણ પૈસા મોકલવાની રીત અલગ અલગ છે. હકીકતમાં જોઈએ તો, ઓનલાઈન બેંકીંગથી પૈસા ટ્રાન્સફર કરવામાં પણ ત્રણ રીત છે. જે દ્વારા આરીટીજીએસનું નામ શામેલ છે.

IMPS એટલે કે, ઈમીડિયેટ મોબાઈલ પેમેન્ટ સર્વિસ કહે છે. જો સરળ શબ્દોમાં કહીએ તો, આઈએમપીએસ દ્વારા કોઈ પણ ખાતા ધારકને કયાં પણ કયારેય પણ પૈસા મોકલી શકાય છે.

તેમાં પૈસા મોકલવાના સમયને લઈને પ્રતિબંધો નથી. આપ અઠવાડીયાના સાતેય દિવસ અને ૨૪ કલાક ગમે ત્યારે આઈએમપીએસ દ્વારા થોડીક સેકન્ડોમાં જ પૈસા ટ્રાંસફર કરી શકો છો.

RBIના નવા નિર્ણય બાદ ગ્રાહક આઈએમપીએસ દ્વારા ૫ લાખ રૂપિયા સુધીની લેવડ દેવડ કરી શકે છે. આ અગાઉ આ લિમિટ ૨ લાખ રૂપિયાની હતી. આઈએમપીએસથી પૈસા ટ્રાંસફર કરવા પર કેટલીય કોઈ બેંક કોઈ ફીસ લેતી નથી.

આરટીજીએસ, એનઈએફટી અથવા આઈએમપીએસ જેવી સુવિધાઓ માટે ઈંટરનેટ જરૂરી છે. આપની પાસે કોમ્પ્યુટર અથવા લેપટોપ ન હોય તો, સ્માર્ટફોનથી પણ કામ થઈ જાય છે, જેમાં ઈન્ટરનેટની સુવિધા હોવી જોઈએ.

જો આપ સ્માર્ટફોન યુઝ કરી રહ્યા છો, તો જે બેંકમાં અકાઉંટ છે, તેનું બેંકીંગ એપ્લીકેશન ડાઉનલોડ કરી લો. આ ફંકશનલ બનાવવા માટે આપને એમ પિન અથવા મોબાઈલ પિન જનરેટ કરવાનું રહેશે. આ પિનના સહારે જ આપ એપને લોગિન કરી શકો છો. એપમાં ફંડ ટ્રાંસફર એક ઓપ્શન હોય છે.

અહીં આપ કોઈ અન્ય વ્યકિતના પૈસા ટ્રાંસફર કરી શકો છો. પણ ફંડ ટ્રાંસફર માટે આપને સામેવાળાના આખી ડિટેલ નાખવાની રહેશે.

જેમ કે, તેનો અકાઉન્ટ નંબર છે અને તે બેંકના બ્રાંચની આઈએફએસસી કોડ. આ બધુ નાખ્યા બાદ આપ આરીટીજીએસ સરળતાથી કરી શકો છો. તેમાં શિડ્યૂલ કરવાની પમ સુવિધા મળે છે. આપ તે નિર્ધારિત કરી શકો છો કે, આપના અકાઉન્ટમાં કયાંરથી પૈસા ટ્રાન્સફર થશે.

(2:58 pm IST)