Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

મહિલા ટીચરને જોઈને વિદ્યાર્થીએ મારી સિટીઃ ૩ અધ્યાપકોએ મળીને ૪૦ બાળકોની ડંડાથી પિટાઇ કરી

એક વિદ્યાર્થીએ કરેલી શરારતની સજા આખા કલાસે ભોગવવી પડી

ફતેહાબાદ,તા.૯:હરિયાણાના ફતેહાબાદ જિલ્લામાં એક વિદ્યાર્થીએ કરેલી શરારતની સજા આખા કલાસે ભોગવવી પડી છે. શિક્ષકોએ વિદ્યાર્થીઓની ડંડાથી ખરાબ રીતે પિટાઇ કરી હતી. આથી ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓના પરિવારજનોએ મેડિકલ કરાવીને શિક્ષકો સામે પોલીસમાં ફરિયાદ કરી છે. શહેર થાના પોલીસે ફરિયાદના આધારે મામલાની તપાસમાં શરૂ કરી છે.

શિક્ષક દિવસના એક દિવસ પછી વરિષ્ઠ રાજકીય માધ્યમિક વિદ્યાલયમાં ૧૧મા ધોરણના એક વિદ્યાર્થીની શરારતના કારણે તેની સાથે કલાસમાં રહેલા બધા વિદ્યાર્થીઓને સજા ભોગવવાનો વારો આવ્યો હતો. શિક્ષકોએ કલાસના બધા વિદ્યાર્થીઓની ડંડાથી પિટાઇ કરી હતી. જેના કારણે વિદ્યાર્થીઓના કમર અને બાવળા પર ઇજાના નિશાન થયા હતા. પીડિત વિદ્યાર્થીઓના પરિવારજનોએ વિદ્યાર્થીઓનો મેડિકલ કરાવીને શહેર થાના પોલીસમાં શિક્ષકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. આ દ્યટનાના કારણે વિદ્યાર્થીઓમાં સ્કૂલ જવાના નામ પર ભયનો માહોલ છે.

વિદ્યાર્થીઓએ જણાવ્યું કે સવારે કલાસમાં જયારે મહિલા ટિચરે પ્રવેશ કર્યો તો પાછળ બેસેલા કોઇ વિદ્યાર્થીએ સિટી મારી હતી. જેના પર મહિલા અધ્યાપક પીટીઆઈ રજની, કમ્પ્યુટર અટેંડેંટ માંગેરામ અને શિક્ષક ચરણજીત સિંહે બાળકોની ડંડાથી બેરહમીથી પિટાઇ શરૂ કરી હતી. જેના કારણે દ્યણા વિદ્યાર્થીઓને ઇજા પહોંચી હતી. પિટાઇના કારણે વિદ્યાર્થીઓને ચક્કર આવવાના શરૂ થઇ ગયા હતા. તેમણે કહ્યું કે અધ્યાપકોએ અમારામાંથી કોઇની વાત સાંભળી ન હતી અને ડંડાથી પિટાઇ ચાલું રાખી હતી.

ખંડ શિક્ષા અધિકારી મુકેશ શર્મા સાથે ફોન પર વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું હતું કે મારા ધ્યાનમાં આ કેસ આવ્યો છે. કોઇ વિદ્યાર્થીએ મહિલા અધ્યાપકના આવવા પર સિટી બજાવી હતી. આ વાતની પૂછપરછ માટે શિક્ષકોએ વિદ્યાર્થીઓની સાથે પિટાઇનો મામલો સામે આવ્યો છે. આ મામલાની જાણકારી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને જલ્દી મુદ્દો ઉકેલી લેવામાં આવશે.

(10:19 am IST)