Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

તાલિબાનોએ મહિલા ક્રિકેટ પર પ્રતિબંધ લગાવ્યો

ક્રિકેટ સહિત અફઘાનિસ્તાનમાં મહિલાઓને કોઈપણ રમત રમવાની મંજૂરી નહીં

નવી દિલ્હી :  અફઘાનિસ્તાનમાં તાલીબાનીઓ તેમના અસલી રંગ બતાવવા માંડ્યા છે. તાલિબાને સ્પષ્ટ કરી દીધું છે કે ક્રિકેટ સહિત અફઘાનિસ્તાનમાં મહિલાઓને કોઈપણ રમત રમવાની મંજૂરી નથી. પહેલેથી જ આ આશંકા હતી કે તાલિબાનના શાસનમાં મહિલાઓની આઝાદી છીનવાઈ જશે અને હવે આવું થઈ રહ્યું છે.

 તાલિબાનોએ મહિલા ક્રિકેટ પર પ્રતિબંધ લગાવ્યો તેની અસર પુરુષોની ક્રિકેટ ટીમ પર પણ પડવાની છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્પષ્ટપણે કહ્યું છે કે જો મહિલાઓ પર પ્રતિબંધના સમાચાર સાચા હશે તો હોબાર્ટમાં રમાનારી ટેસ્ટ મેચ રદ કરવામાં આવશે.

(1:01 pm IST)