Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

૪૬૦૦ કરોડ મળશે

કડકીમાં અનિલ અંબાણીને સુપ્રિમ કોર્ટથી રાહતઃ દિલ્હી મેટ્રોથી જીત્યો મહત્વનો કેસ

નવી દિલ્હી, તા.૯: દિલ્હી એરપોર્ટ એકસપ્રેસ મેટ્રો કેસમાં અનિલ અંબાણી જૂથની કંપની રિલાયન્સ ઇન્ફ્રાને મોટી જીત મળી છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં ૨૮૦૦ કરોડના મધ્યસ્થ એવોર્ડ યથાવત રાખ્યો છે.

કોર્ટે કહ્યુ છે કે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)એ રિલાયન્સ ઇન્ફ્રાને ૨૮૦૦ કરોડ રૂપિયા અને વ્યાજનું વળતર આપવુ પડશે. આ આદેશ આવતા જ રિલાયન્સ ઇન્ફ્રાના શેરમાં ૫ ટકાનો વધારો થયો છે. આ રીતે અનિલ અંબાણીની કંપનીને કુલ ૪૬૦૦ કરોડ રૂપિયા મળી શકે છે. આ અનિલ અંબાણી માટે મોટી રાહત છે. તાજેતરમાં તેમના જૂથ માટે કેટલાક પોઝિટિવ સમાચાર સામે આવ્યા છે. અનિલ અંબાણી માટે આ દ્યણુ મહત્વ ધરાવે છે. જે છેલ્લા કેટલાક વર્ષથી આર્થિક રીતે દ્યણા પરેશાન ચાલી રહ્યા છે, તેમની ટેલીકોમ ફર્મનું દેવાળુ ફુંકાઇ ગયુ છે અને કેટલીક અન્ય કંપનીઓ પણ મુશ્કેલીમાં છે. જૂથ ઉપર દ્યણુ દેવુ છે, એવામાં આટલી મોટી રકમ મળવી દ્યણી સારી વાત છે. કંપનીના વકીલે એક એજન્સીને કહ્યુ કે તે આ પૈસાનો ઉપયોગ દેવુ ચુકવવામાં કરશે. રિયાલન્સ ઇન્ફ્રાસ્ટ્રકચરની એક યૂનિટે વર્ષ ૨૦૦૮માં દિલ્હી એરપોર્ટ એકસપ્રેસ મેટ્રોના સંચાલન માટે કોન્ટ્રાકટ મેળવ્યો હતો.

આ દેશમાં ખાનગી હાથને મળેલો પ્રથમ મેટ્રો રોલ પ્રોજેકટ હતો જેનું વર્ષ ૨૦૩૮ સુધી સંચાલન રિલાયન્સ એડીએજીએ કરવાનું હતુ પરંતુ ફી અને અન્ય કેટલીક વસ્તુઓને લઇને ૨૦૧૨માં થયેલા એક વિવાદ બાદ અનિલ અંબાણીની કંપનીએ આ પ્રોજેકટનું કામકાજ છોડી દીધુ હતુ. કંપનીએ કોન્ટ્રાકટના કથિત ઉલ્લંદ્યન માટે દિલ્હી એરપોર્ટ વિરૂદ્ઘ ઓર્બિટ્રેશનનો કેસ દાખલ કર્યો હતો અને ટર્મિનેશન ફી આપવાની માંગ કરી હતી.

(4:40 pm IST)