Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

સેન્સેક્સમાં ૫૫, નિફ્ટીમાં ૧૬ પોઈન્ટનો નજીવો વધારો

સ્થાનિક બજારો ગિરાવટ સાથે ખુલ્યા : ગત સપ્તાહોમાં રેકોર્ડ ઊંચાઈ જોયા બાદ હાલના કારોબારમાં સ્થાનિક શેર થાકેલા દેખાઈ રહ્યા છે

મુંબઈ, તા. : આજે દિવસ દરમિયાનના કારોબાર બાદ સ્ટોક માર્કેટ વધારા સાથે બંધ થયા. ગુરૂવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)નો મુખ્ય સુચકાંક સેન્સેક્સ ૫૪.૮૧ની વૃધ્ધિ સાથે ૫૮,૩૦૫.૦૭ના સ્તરે બંધ થયો હતો. તો વળી નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)નો નિફ્ટી ૧૫.૭૫ પોઈન્ટના વધારા સાથે ૧૭,૩૬૯.૨૫ના સ્તરે બંધ થયો હતો. ગુરૂવારે શેર બજારના ખુલતા કારોબારની ધીમી રફ્તાર જોવા મળી. કોરોબારનો દિવસ શરૂ થતાં સેન્સેક્સ અને નિફ્ટી બન્ને ગિરાવટ સાથે ખુલ્યા હતા.

તો વળી ગુરૂવારે સવારે વૈશ્વિક બજારોમાંથી મળેલા નકારાત્મક સંકેતોની વચ્ચે ઈક્વિટી બેન્ચ માર્ક સેન્સેક્સ અને નિફ્ટી એક નબળી નોટ પર ખુલ્યા હતા. ગુરૂવારે કારોબારના દિવસની શરૂઆતમાં ૩૦ શેરો વાળો સેન્સેક્સ ૪૬. પોઈન્ટ અથવા .૦૮ ટકાની ગિરાવટ સાથે ૧૭,૩૪૭.૬૫ પર કારોબાર કરી રહ્યો હતો.

આજે સવારે ટેક મહિન્દ્રા સેન્સેક્સ પેકમાં લગભગ એક ટકાની ગિરાવટ સાથે ટોચના સ્થાને રહ્યો પછી એમએન્ડએમ, ડો. રેડ્ડીસ, એક્સિસ બેક્ન, સન ફાર્મા, ટાઈટન અને અલ્ટ્રાટેક સિમેન્ટનું સ્થાન રહ્યું. બીજી તરફ કોટક બેક્ન, ભારતી એરટેલ, એસબીઆઈ, બજાજ ફિનસર્વ અને નેસ્લે ઈન્ડિયા લાભ મેળવનારાઓમાં હતા.

ગત સત્રમાં ૩૦ શેરો વાળો સુચકાંક સેન્સેક્સ ૨૯.૨૨ પોઈન્ટ અથવા .૦૫ ટકાની ગિરાવટ સાથે ૫૮,૨૫૦.૨૬ પર બંધ થયો હતો. તો વળી નિફ્ટી .૬૦ પોઈન્ટ અથવા .૦૫ ટકાની ગિરાવટ સાથે ૧૭,૩૫૩.૫૦ પર બંધ થયો હતો. ઉપરાંત વિદેશી સંસ્થાગત રોકાણકારો (એફઆઈઆઈ) મૂડી બજારમાં નેટ સેલર્સ હતા, કેમકે તેમણે અસ્થાયી વિનિમય આંકડાઓના અનુસાર બુધવારે ૮૦૨.૫૧ કરોડ રૂપિયાના શેરોનું વેચામ કર્યું હતું. રિલાયન્સ સિક્યોરિટીસના હેડ સ્ટ્રેટેજી વિનોદ મોદીએ કહ્યું કે ગત સપ્તાહોમાં રેકોર્ડ ઊંચાઈ જોયા બાદ હાલના કારોબારમાં સ્થાનિક શેર થાકેલા દેખાઈ રહ્યા છે.

(7:54 pm IST)