Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

કેરળમાં કોરોનાના કહેર સાથે મહારાષ્ટ્રમા ત્રીજી લહેરની આશંકા : નવા કેસમાં અઢી ગણો ઉછાળો : કેરળમાં 26.200 નવા કેસ અને મહારાષ્ટ્રમાં 10.847 કેસ નોંધાયા : દેશમાં વધુ 264 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.42.046 થયો : હાલમાં 3.86.803 એક્ટીવ કેસ

સૌથી વધુ કેરળમાં 26.200 કેસ, મહારાષ્ટ્ર્રમાં 10.847 કેસ,તામિલનાડુમાં 1596 કેસ, આંધ્રપ્રદેશમાં 1439 કેસ,મિઝોરમમાં 1061 કેસ,કર્ણાટકમાં 1074 કેસ,ઓરિસ્સામાં 771 કેસ,પશ્ચિમ બંગાળમાં 724 કેસ, આસામમાં 427 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે સાથે મહારાષ્ટ્રમાં પણ નવા કેસમાં જબરો ઉછાળો જોવાયો છે

કેરળમાં કોરોનાના કહેર સાથે મહારાષ્ટ્રમા ત્રીજી લહેરની આશંકા વ્યક્ત થઇ રહી છે મહારાષ્ટ્રમાં આજે નવા  કેસમાં અઢી ગણો ઉછાળો નોંધાયો છે,કેરળમાં 26.200 નવા કેસ અને મહારાષ્ટ્રમાં 10.847 કેસ નોંધાયા  છે આજે દેશમાં વધુ 264 લોકોના મોત થયા છે કુલ મૃત્યુઆંક 4.42.046 થયો  છે, હાલમાં 3.86.803 એક્ટીવ કેસ છે   દેશમાં સૌથી વધુ કેરળમાં 26.200 કેસ, મહારાષ્ટ્ર્રમાં 10.847 કેસ,તામિલનાડુમાં 1596 કેસ, આંધ્રપ્રદેશમાં 1439 કેસ,મિઝોરમમાં 1061 કેસ,કર્ણાટકમાં 1074 કેસ,ઓરિસ્સામાં 771 કેસ,પશ્ચિમ બંગાળમાં 724 કેસ, આસામમાં 427 કેસ નોંધાયા છે

(1:22 am IST)