Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

સુનંદા પુષ્કર મૃત્યુ કેસ : અર્નબ ગોસ્વામીને સંયમ રાખવા દિલ્હી હાઈકોર્ટની સલાહ

પોલીસ દ્વારા તપાસ ચાલી રહી હોય ત્યારે મીડિયા દ્વારા સમાંતર તપાસ ન થઈ શકે.'

દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારના પૂર્વ પ્રધાન શશિ થરુરનાં પત્ની સુનંદા પુષ્કર મૃત્યુ કેસમાં 'સમાંતર તપાસ' અને ખટલો નહીં ચલાવવા પત્રકાર અર્નબ ગોસ્વામીને નિર્દેશ આપ્યા છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટ મુજબ, દિલ્હી હાઈકોર્ટમાં જજ મુક્તા ગુપ્તાના કહેવા પ્રમાણે, "અમે મીડિયાની ઉપર નિયંત્રણ લાદવા નથી માગતાં, પરંતુ તપાસ ચાલતી હોય ત્યારે સંયમ દાખવવામાં આવે તે જરૂરી છે."

ગુપ્તાએ નોંધ્યું, 'કૃપા કરીને સમજો કે ક્રિમિલ કેસમાં પોલીસ દ્વારા તપાસ ચાલી રહી હોય ત્યારે મીડિયા દ્વારા સમાંતર તપાસ ન થઈ શકે.'

2017માં હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ગોસ્વામી તથા તેમની ચેનલ દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે તેઓ આ કેસમાં રિપોર્ટિંગ સમયે સંયમ દાખવશે.

વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ આ કેસમાં શશિ થરુરની પેરવી કરી રહ્યા છે.

તા. 17મી જાન્યુઆરી 2014ના રોજ નવી દિલ્હીની વિખ્યાત હોટલમાં સંદેહાસ્પદ સ્થિતિમાં સુનંદાનો મૃતદેહ મળી આવ્યો હતો.

(10:03 pm IST)
  • ક્રિકેટ જગતમાં મોટો ખળભળાટ : સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડને વિખેરી નખાયું : ત્યાંની સ્થાનિક ઓલમ્પિક બોડીને ક્રિકેટ બોર્ડને વિખેરી નાખીને પોતાના હસ્તક લીધું :સાઉથ આફ્રિકા આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર થઇ શકે access_time 12:52 am IST

  • ભારતમાં 6 મહિનાથી ફસાયેલા 354 કાશ્મીરી સ્ટુડન્ટ્સને પાકિસ્તાન જવાની મંજૂરી : વાઘા બોર્ડર ઉપરથી પાકિસ્તાન જવા રવાના : પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા : આ સ્ટુડન્ટ્સની ડિગ્રી ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ દ્વારા અમાન્ય હોવાથી પાકિસ્તાન જઈ અભ્યાસ કરશે access_time 12:20 pm IST

  • દેશમાં કોરોના બેફામ બન્યો : નવા 96,760 પોઝિટિવ કેસ નોંધાયા :1213 લોકોના મોત : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનના રેકોર્ડબ્રેક નવા 96,760 કેસ ઉમેરાતા કુલ કેસની સંખ્યા 44,59,725 થઇ :9,42,796 એક્ટીવ કેસ : વધુ 70,899 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 35,39,983 રીકવર થયા : વધુ 1213 લોકોના મોત સાથે મૃત્યુઆંક 76,304 થયો access_time 1:16 am IST