Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

કોરોના વાયરસની સારવાર માટે લાલ કીડીની ચટણીનોઉપયોગ કરી શકાશે નહીં : સુપ્રીમ કોર્ટેઅરજી ફગાવી દીધી

દેશભરમાં કોવિડ -19 ની સારવાર માટે પરંપરાગત દવા અથવા ઘરેલુ ઉપચારનો ઉપયોગ કરવાનો આદેશ આપી શકે નહીં

નવી દિલ્હી :  સુપ્રીમ કોર્ટે કોરોનાવાયરસની સારવાર માટે લાલ કીડીની ચટણીનો ઉપયોગ કરવાની માંગણી કરતી અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે આજે અરજીને ફગાવી દેતા કહ્યું કે તે દેશભરમાં કોવિડ -19 ની સારવાર માટે પરંપરાગત દવા અથવા ઘરેલુ ઉપચારનો ઉપયોગ કરવાનો આદેશ આપી શકે નહીં.

જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ હિમા કોહલીએ કહ્યું, જુઓ, ઘણી પરંપરાગત દવા છે, આપણા ઘરોમાં પણ પરંપરાગત દવા પ્રચલિત છે. પરંતુ અમે આ પરંપરાગત દવાને સમગ્ર દેશમાં લાગુ કરવા માટે કહી શકતા નથી. ખંડપીઠે ઓડિશાના આદિવાસી સમુદાયના સભ્ય નૈધર પધિયાલને કોવિડ -19 વિરોધી રસી લેવાનો નિર્દેશ આપતી અરજીને ફગાવી દીધી હતી. અરજદાર તરફથી હાજર રહેલા એડવોકેટ અનિરૂધ સાંગનેરિયાએ રજૂઆત કરી હતી કે ઓડિશા હાઇકોર્ટે અરજી ફગાવી દીધી હતી અને તેઓએ નિર્ણયને પડકાર્યો હતો. ખંડપીઠે વધુમાં જણાવ્યું કે, સમસ્યા ત્યારે શરૂ થઈ જ્યારે હાઈકોર્ટે આયુષ મંત્રાલયના ડિરેક્ટર જનરલ , વૈજ્ઞનાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (સીએસઆઈઆર) ને કોવિડ -19 ની સારવાર તરીકે લાલ કીડી ચટણીનો ઉપયોગ કરવાના પ્રસ્તાવ પર નિર્ણય લેવા નિર્દેશ આપ્યો. તેમાં કહેવામાં આવ્યું છે કે, અમે બંધારણની કલમ 136 હેઠળ વિશેષ અરજી પર સુનાવણી કરવા માંગતા નથી. તેથી ખાસ અરજી ફગાવી દેવામાં આવે છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે લાલ કીડી અને લીલા મરચાંને ભેળવીને બનાવેલી ચટણીનો ઉપયોગ ઓડિશા અને છત્તીસગઢ સહિત દેશના આદિવાસી વિસ્તારોમાં તાવ, ઉધરસ, શરદી, થાક, શ્વસન સમસ્યાઓ અને અન્ય બીમારીઓ માટે દવા તરીકે થાય છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે લાલ કીડીની ચટણી ઔષધીય ગુણધર્મોથી ભરેલી છે અને તેમાં ફોર્મિક એસિડ, પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન બી 12 અને જસત છે. કોવિડ -19 ની સારવારમાં તેની અસરકારકતાની ચકાસણી કરવાની જરૂર છે.

(12:00 am IST)