Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

આઇ. એન. એસ. ધ્રુવ દુશ્મનની મીસાઇલને તોડી પાડવા સક્ષમ

નવી દિલ્હી : ભારત તરફ આવનારી ન્યુકલીયર મિસાઇલોને ટ્રેક કરીને તેમને દુશ્મનની ધરતી પર જ ખતમ કરવાની ક્ષમતા ધરાવતા જહાજ આઇએનએસ ધ્રુવનું આજે લોંચી઼ગ થઇ રહ્યું છે. આ સાથે જ ભારતીય નૌકાસેનાના બેડામાં પહેલું ન્યુકલીયર મીસાલ ટ્રેકીંગ જહાજ પણ સામેલ થઇ જશે. આ જહાજને ખાસ તો ચીન અને પાીકસ્તાનની નિગરાણી માટે તહેનાત કરાઇ રહ્યું છે. કેમકે આ બન્ને દેશો ન્યુકલીયર મીસાઇલ છોડવાની ક્ષમતા ધરાવે છે. એકવાર આઇએનએસ ધ્રુવ સમુદ્રમાં આવી ગયું પછી દુશ્મન અટકચાળા કરવાની હિંમત નહીં કરે. મળતી માહિતી અનુસાર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ વિશાખાપટ્ટનમમાં આ જહાજને લોંચ કરી રહ્યા છે.  ન્યુકલીયર મિસાઇલ ટ્રેકીંગ જહાજને પોતાના બેડામાં સામેલ કરનાર ભારત છઠ્ઠો દેશ બનશે. આ પહેલા ફ્રાંસ, અમેરિકા, બ્રીટન, રશિયા અને ચીન પાસે જ આવી ક્ષમતા છે. આ જહાજ દુશ્મનની પરમાણું મિસાઇલને ટ્રેક કરવા ઉપરાંત દુશ્મનના સેટેલાઇટની ભાળ મેળવવા પણ સક્ષમ છે.  આઇએનએસ ધ્રુવનું વજન લગભગ ૧૦ હજાર ટન છે. તેને લાંબા અંતરના રડાર, ટ્રેનીંગ એન્ટેના, એડવાન્સ્ડ ઇલેકટ્રોનિક સીસ્ટમથી સજ્જ કરાયું છે. ભારત તરફ આવનાર મિસાઇલની ભાળ મેળવ્યા પછી જહાજનું લેન્ડ બેઝડ બેલેસ્ટીક મીસાઇલ રક્ષા સીસ્ટમ તેને પાડી દેશે જહાજને સંચાલન માટે ૧૪ મેગાવોટ વીજળીની જરૂર પડે છે જે તે પોતે જ ઉત્પન્ન કરવા માટે સક્ષમ છે. સંપૂર્ણપણે સ્વદેશી આ જહાજની કિંમત ૭રપ કરોડ રૂપિયા છે.

(3:37 pm IST)