Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

દેશમાં કોરોનાનાં ઘટતા કેસ :નવા 2288 કેસ નોંધાયા : 9 દિવસમાં પહેલી વખત 3,000ની અંદર આંકડો

દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 19,637 થઇ ગઇ :પોઝિટિવિટી રેટ 0.47 ટકા થઇ ગયો

નવી દિલ્હી : દેશમાં ગત 24 કલાકની અંદર કોરોનાનાં 2288 નવાં કેસ સામે આવ્યાં અને 10 લોકોનાં મોત થયા છે. એક દિવસ પહેલાની સરખામણીએ નવાં દર્દીઓમાં 919નો ઘટાડો નોંધાયો છે. ટકાવારીમાં જોઇએ તો આ સંખ્યા 28.6 ટકા ઘટી છે. સોમવારે કોરોનાનાં 3,207 નવાં કેસ સામે આવ્યાં હતાં. દેશમાં 9 દિવસ બાદ પહેલી વખત આવું બન્યું છે. જ્યારે નવાં કોરોના કેસની સંખ્યા 3 હજારની નીચે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફતી મંગળવારે જણાવવામાં આવ્યું છે કે, હાલમાં દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 19,637 થઇ ગઇ છે. પોઝિટિવિટી રેટ 0.47 ટકા થઇ ગયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું કે છેલ્લા 24 કલાકમાં 3,044 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. મંત્રાલયની વેબસાઇટ અનુસાર, દિલ્હીમાં સૌથી વધુ 1366 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. તે પછી હરિયાણામાં 511, કેરળમાં 330 અને યુપીમાં 258 દર્દીઓ સાજા થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,25,63,949 લોકોએ કોરોનાને માત આપી છે. છેલ્લા 24 કલાકમાં 13,90,912 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ રસીકરણનો આંકડો વધીને 1,90,50,86,706 થઈ ગયો છે.

 દેશમાં તેમની સંખ્યા ઘટીને 19637 થઈ ગઈ છે. એક દિવસ અગાઉની સરખામણીએ તેમાં 766નો ઘટાડો થયો છે. સૌથી વધુ 5369 સક્રિય કેસ રાજધાની દિલ્હીમાં છે. તે પછી કેરળમાં 3014, હરિયાણામાં 2560, કર્ણાટકમાં 1925 અને યુપીમાં 1567 છે. લક્ષદ્વીપ અને દાદરા અને નગર હવેલી દેશના એવા રાજ્યો છે જ્યાં એક પણ સક્રિય કેસ નથી.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 10 નો વધારો થયો છે. આમાં આવા 6 મૃત્યુ છે, જે છેલ્લા દિવસોમાં કેરળમાં થયા હતા પરંતુ ડેટા હવે અપડેટ કરવામાં આવ્યો છે. આ 6 મૃત્યુ ઉપરાંત દિલ્હીમાં 3 અને કર્ણાટકમાં એક વ્યક્તિએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોરોનાના કારણે જીવ ગુમાવનારા લોકોની કુલ સંખ્યા 5,24,103 થઈ ગઈ છે.

(9:58 pm IST)