Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

દેશદ્રોહના કાયદા પર સુપ્રીમ કોર્ટની રોક : નવા કેસ નોંધાશે નહીં : જૂના કેસોમાં પણ કોર્ટ સમક્ષ રાહતની માંગણી કરી શકાશે

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે હવે રાજદ્રોહ કાયદા પર સ્ટે મુકવાનો નિર્ણય લીધો છે. હવે આ કાયદા હેઠળ નવા કેસ નોંધવામાં આવશે નહીં. આ સિવાય જૂના કેસોમાં પણ લોકો કોર્ટમાં જઈને રાહતની અપીલ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે દેશદ્રોહના કાયદો આઝાદીના 75 વર્ષ પછી જરૂરી નથી. જે અંગ્રેજોના સમયમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ વિરુદ્ધ લગાવતો હતો.તે કાયદો હવે રદ કરવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો હતો.

કેન્દ્ર સરકારે જણાવ્યું હતું આ કાયદાની સમીક્ષા થઇ રહી છે. ત્યાં સુધી તે અમલમાં રહેશે . જેના પ્રતિભાવ રૂપે નામદાર કોર્ટે ઉપરોક્ત કાનૂન પર કામચલાઉ પ્રતિબંધ મૂકી દીધો છે. તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:08 pm IST)