Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

મેરીટલ રેપ અપરાધ છે કે નહીં ? દિલ્‍હી હાઇકોર્ટના જજ વચ્‍ચે મતભેદો : સુપ્રિમ કોર્ટ જશે મામલો

નવી દિલ્‍હીઃ મેરીટલ રેપ અપરાધ છે કે નહીં ? તેને લઇને આજે દિલ્‍હી હાઇકોર્ટમાં મહત્‍વની સુનાવણી થઇ હતી. હાઇકોર્ટના જજ આ મામલે એકમત નહોતા. જેના કારણે હવે આ મામલાને ૩ જજોની બેંચને સોંપી દેવામાં આવ્‍યો છે. સાથોસાથ મેરીટલ રેપનો કેસ હવે સુપ્રિમ કોર્ટમાં પણ જશે.

દિલ્‍હી હાઇકોર્ટના ૨ જજોની બેંચએ વૈવાહિક બળાત્‍કારને અપરાધ ઘોષિત કરવા પર વિભાજીત ફેંસલો સંભળાવ્‍યો હતો. બંને ફેંસલા વખતે અસહમત જોવા મળ્‍યા હતા. એકએ તેને અપરાધ ગણ્‍યો તો બીજા જજએ આવુ માનવાનો ઇન્‍કાર કર્યો હતો. એક જજએ અસહમતિ જણાવતા કહ્યુ હતું કે, તે બંધારણનું ઉલ્લંઘન નથી કરતો. જજ રાજીવ સકઘર પ્રકરણના અપરાધિકરણના પક્ષમાં હતા તો તેમણે આ પ્રકરણને અપરાધ જાહેર કરતા પોતાનો ફેંસલો સંભળાવ્‍યો હતો. જ્‍યારે ન્‍યાયમૂર્તિ હરિશંકર આ બાબતે અસહમત હતા. તેમણે કહ્યુ હતું કે, આ અપવાદ ૨થી કલમ ૩૭૫ બંધારણનું ઉલ્લંઘન નથી થતુ. તેથી તેઓએ અપરાધની શ્રેણીમાં ગણ્‍યો નહોતો. અત્રે એ નોંધનીય છે કે, દિલ્‍હી હાઇકોર્ટમાં દાખલ અરજીમાં માંગણી થઇ હતી કે લગ્ન બાદ જો મહિલા તેની સાથે તેનો પતિ મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધે તો તેને મેરીટલ રેપના દાયરામાં લાવવો જોઇએ. અરજદારે આ મામલામાં અલગ-અલગ દેશોનું ઉદાહરણ પણ આપ્‍યુ હતું અને મહિલાઓના સન્‍માનનો ઉલ્લેખ કરતા કહ્યુ હતું કે, જો અવિવાહીત મહિલા સાથે તેની મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બનાવવાને અપરાધની શ્રેણીમાં ગણવામાં આવે તો લગ્ન પછી પણ મહિલા સાથે પરાણે શારીરિક સંબંધ બનાવવાને અપરાધની શ્રેણીમાં રાખવો જોઇએ.

(3:34 pm IST)