Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

રાજદ્રોહના કાયદાના અમલ ઉપર, સુપ્રીમ કોર્ટ દ્વારા મનાઈ ફરમાવતા ચુકાદાની રસપ્રદ વિગતો

સુપ્રીમ કોર્ટે દેશદ્રોહ કાયદા પર સમીક્ષા પર પણ રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કેન્‍દ્ર સરકારને આ કાયદા હેઠળ એફઆઈઆર નોંધવાથી દૂર રહેવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રાજદ્રોહ કાયદો હાલ પૂરતો બિનઅસરકારક રહેશે અને જે લોકો તેના હેઠળ જેલમાં છે તેઓ રાહત માટે કોર્ટનો સંપર્ક કરી શકશે.

સુપ્રીમ કોર્ટના આદેશની મહત્‍વની બાબતો

(૧) સરકારે રાજદ્રોહના કાયદા પર પુનર્વિચાર કરવો જોઈએ

(૨) સુપ્રીમ કોર્ટે કહ્યું રાજદ્રોહ હેઠળ કાયદાનો ઉપયોગ યોગ્‍ય નથી

(૩) સુપ્રીમ કોર્ટે કહ્યું- જેઓ જેલમાં છે તેઓ જામીન ઉપર છૂટવા માટે કોર્ટમાં અરજી કરી શકે છે.

(૪) સુપ્રીમ કોર્ટે તેની સુનાવણીમાં કહ્યું હતું કે સમીક્ષા થાય ત્‍યાં સુધી આ કાયદા હેઠળની કાર્યવાહી પર રોક રહેશે.

(૫) કોર્ટે કહ્યું કે કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારોએ આ કાયદા હેઠળ એફઆઈઆર નોંધવાથી દૂર રહેવું જોઈએ.

સુપ્રીમ કોર્ટે રાજદ્રોહ કાયદા પર તેની સમીક્ષા ન થાય ત્‍યાં સુધી રોક લગાવી દીધી છે ત્‍યારે દેશની સર્વોચ્‍ચ અદાલતમાં સુનાવણી દરમિયાન શું થયું તે જાણવું રસપ્રદ છે.

સોલિસિટર જનરલે કોર્ટને એમ પણ કહ્યું કે એસપી રેંકના પોલીસ અધિકારી રાજદ્રોહની જોગવાઈઓ હેઠળ એફઆઈઆર નોંધવાના સમર્થનમાં પૂરતા કારણો પણ આપશે.

ડેટાના મામલે સોલિસિટર જનરલે કહ્યું કે આ એક જામીનપાત્ર સેક્‍શન છે, હવે તમામ પેન્‍ડિંગ કેસોની ગંભીરતાનું વિશ્‍લેષણ કરવું અથવા તેનું મૂલ્‍યાંકન કરવું મુશ્‍કેલ છે.  તો આવી સ્‍થિતિમાં કોર્ટ ગુનાની વ્‍યાખ્‍યા પર કેવી રીતે સ્‍ટે મૂકી શકે?  તે યોગ્‍ય રહેશે નહીં.

જોકે સર્વોચ્‍ચ અદાલતે આ દલીલો સ્‍વીકારી ન હતી અને કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારને આ કાયદાના અમલ કરવા ઉપર રોક લગાવી દીધી છે.

(4:20 pm IST)